લડ્ખાતું શિક્ષણ જગત: પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને કહ્યું- “બોર્ડના પેપરમાં પૈસા મૂકી દેજો, પાસ કરવાની જવાબદારી મારી”

એક શાળાના પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને ચોરી કરવાની રીતો જણાવતો વિડીયો કેમેરામાં કેદ થઈ ગયો છે. આ વિડીયો વાઈરલ થતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉત્તર પ્રદેશ સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડ એક્ઝામ મંગળવારથી શરૂ થઈ ગઈ છે. લખનૌથી 300 કિલોમીટર દૂર મઉ નામના જિલ્લામાં આવેલી એક પ્રાઈવેટ સ્કૂલના મેનેજર કમ પ્રિન્સિપલ પ્રવીણ મલનો વીડિયો એક વિદ્યાર્થીએ બનાવી લીધો હતો.

આ વીડિયો એ સમયે બનાવવામાં આવ્યો હતો, જ્યારે તેઓ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા. આ વીડિયોમાં પ્રિન્સિપલ કેટલાક માતા-પિતાની સામે જ વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષામાં કેવી રીતે ચોરી કરવી તે જણાવી રહ્યા છે. આમાંના એક વિદ્યાર્થીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફરિયાદ પોર્ટલ પર આ ક્લિપને અપલોડ કરી દીધી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલની ધરપકડ કરી લેવામાં આવી છે.

બે મિનિટના આ લાંબા વીડિયોમાં પ્રિન્સિપલ જણાવી રહ્યા છે કે, હું તમને ચેલેન્જ કરી શકું કે મારો કોઈપણ વિદ્યાર્થી ક્યારેય પણ નાપાસ નહીં થશે. તેમને ડરવાની કોઈ જરૂર નથી. સાથે-સાથે વીડિયોમાં તેઓ કહેતા જણાવે છે કે, તમે એકબીજા સાથે વાત કરી શકો છો અને પેપર આપી શકો છો. કોઈને હાથ ના લગાવો. તમે એકબીજા સાથે વાત કરો, એમાં વાંધો નથી. તમે જરા પણ ગભરાશો નહીં. તમારી સરકારી સ્કૂલ પરીક્ષા કેન્દ્રોના શિક્ષક મારા મિત્ર છે. ત્યાં સુધી કે જો તમે પકડાઈ જાઓ અને કોઈ તમને એક કે બે તમાચા મારશે તો ડરતા નહીં.

સાથે-સાથે તેમણે જણાવતા કહ્યું હતું કે, કોઈપણ સવાલનો જવાબ છોડતા નહીં. તમે તમારી જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મુકી દેજો. ટીચર આંખ બંધ કરીને નંબર આપી દેશે. જો તમે કોઈ પ્રશ્નનો ખોટો જવાબ લખ્યો હશે અને તે 4 અંકનો હશે, તો તમને 3 અંક મળી જશે. ત્યારબાદ તેઓ પોતાનું ભાષણ જય હિંદ, જય ભારતના નારા સાથે પૂરું કરે છે.

તમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષા પરિષદ (યુપી બોર્ડ)ની મંગળવારથી શરૂ થયેલી હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિએટની પરીક્ષાઓમાં ચોરી ન થાય તે માટે કડક વલણ અપનાવાવમાં આવી રહ્યું છે, જેને કારણે પહેલા જ દિવસે 2 લાખ 39 હજાર 133 વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી દીધી. ચોરી પર અંકુશ લગાવવા માટે આ વખતે રાજધાની લખનૌમાં રાજ્ય સ્તરીય દેખરેખ તેમજ નિયંત્રણ કક્ષ બનાવવામાં આવ્યું છે  જ્યાંથી સમગ્ર પ્રદેશના પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવામાં આવી રહી છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: