પિતાએ દીકરા માટે લીધું આવું રિસ્ક- ફોટો થયો વાઈરલ, જાણો ક્યાંની છે આ તસ્વિર

Published on Trishul News at 4:50 PM, Tue, 12 May 2020

Last modified on May 12th, 2020 at 4:50 PM

કોરોનાવાયરસને લીધે દેશભરમાં ચાલી રહેલા lockdown વચ્ચે હજારો લાખો પ્રવાસીઓ મજૂરો પગપાળા અને ટ્રકની મદદથી પોતાના ઘર તરફ જવા માટેના સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પગપાળા જવાથી બચવા માટે આ એક જ રસ્તો છે.આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે, જેમાં પિતા પોતાના બાળકને એક હાથે ઉપાડી ટ્રક ઉપર ચડાવવાની કોશિશ કરી રહ્યા છે.ખૂબ ડરાવનારી અને હૈયું હચમચાવી દેનારી આ તસવીરમાં દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પ્રવાસી મજુર પોતાના પરિવારને ઘર સુધી લઈ જવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, જેમાં ખૂબ જોખમ રહેલું છે.

20 સેકન્ડની આ વિડીયો ક્લિપમાં એક વ્યક્તિ ટ્રક ઉપર ચઢીને એક દોરડા ના સહારે પોતાના નાના બાળકને ચઢાવવાની કોશિષ કરી રહ્યો છે. આ તસવીર ખતરનાક એટલા માટે લાગી કારણ કે બાળકની સાથે સાથે પિતાને પણ પડી જવાનો ભય છે. પરંતુ તેને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના ઘરે જવું છે તો આવું રિસ્ક લઇ રહ્યો છે.એ રોડ ઉપર ઉભેલા ટ્રક માં એક મહિલા સાડી પહેરીને ટ્રક પર ચઢી રહી છે, જ્યારે અન્ય મહિલાઓ પાછળથી ટ્રક પર ચડવાની કોશિશ કરી રહી છે.

તેલંગાણાથી પોતાની મુસાફરી શરૂ કરનાર પ્રવાસીઓનો એક સમૂહનું કહેવું છે કે તેમણે ઘરે પહોંચવા માટે અન્ય કોઈ રસ્તો દેખાયો નહીં. તેમાંથી એક વૃદ્ધ વ્યક્તિ એ કહ્યું કે અમે શું કરીએ અમે લોકો અસહાય છીએ. અમારે ઝારખંડ જવું જ પડે તેમ છે અન્ય કોઈ રસ્તો અમારી પાસે નથી.

કેન્દ્ર સરકાર દ્વારા પ્રવાસીઓ માટે આ મહિનાની શરૂઆતમાં જ લાવવામાં આવેલ વિશેષ ટ્રેન વિશે પૂછવા પર તેમણે કહ્યું કે અમને આવી કોઇ જાણકારી નથી મળી જેનાથી અમને યાત્રા કરવામાં મદદ મળી શકે.

lockdown ના કારણે બેરોજગાર થયેલા પ્રવાસીઓએ માર્ચ મહિનાથી જ મોટા શહેરો અને છોડી દીધા છે જેથી તેઓ પોતાના ગામ પાછા ફરી શકે.એવામાં ઘણા લોકો તો સેંકડો કિલોમીટર પગપાળા ચાલી રહ્યા છે. કેટલાક લોકો એવા પણ છે જેમણે પોતાની યાત્રા પૂરી કર્યા પહેલા જ જીવ ગુમાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "પિતાએ દીકરા માટે લીધું આવું રિસ્ક- ફોટો થયો વાઈરલ, જાણો ક્યાંની છે આ તસ્વિર"

Leave a comment

Your email address will not be published.


*