ગુજરાતના ખેડૂતો માટે કુબેરનો ખજાનો છે આ પાકની ખેતી, એક વીઘાથી હજારો-લાખોની આવક

હાલ જોવા જઈએ તો દિવસે ને દિવસે મોંધવારી વધતી જતી હોય છે. જયારે ખેડૂતની વાત કરવામાં આવે તો આવી મોંધવારીમાં ખેડૂતો પણ એવી ખેતી કરવામાં…

હાલ જોવા જઈએ તો દિવસે ને દિવસે મોંધવારી વધતી જતી હોય છે. જયારે ખેડૂતની વાત કરવામાં આવે તો આવી મોંધવારીમાં ખેડૂતો પણ એવી ખેતી કરવામાં માંગતા હોય છે કે, જેમાં ઓછામાં ઓછા ખર્ચમાં સારામાં સારી ખેતી થઇ શકે અને સારામાં સારી આવક મેળવી શકે. ભારત દેશની વાત કરવામાં આવે તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદ ક્યારેક ઓછો તો ક્યારેક વધુ… કેટલીક વખત કમોસમી વરસાદને કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ સતત મૌસમી પાક ઉગાડવા અને તેમાં સારું ઉપ્તાદન મેળવવા માટે કેમિકલવાળા ખાતરના ઉપયોગથી જમીન પણ ઓછા કસવાળી થઈ ગઈ છે. તેવામાં અમેરિકાનું સુપર ફૂડ કહેવાતું અને છેલ્લા કેટલાય સમયથી દુનિયાભરમાં હેલ્ધી ફૂડના કોન્સેપ્ટમાં સામેલ થયેલ ‘કિનોઆ’ ખેડૂતોના બેંક બેલેન્સ માટે પણ હેલ્ધી સાબિત થઈ શકે તેમ છે.

અમેરિકન સુપર ફ્રૂડ કિનોઆની ખેતી કરીને ખેડૂતો નાનકડી જમીનમાં પણ સૌથી સારી કમાણી કરી શકે. હેલ્ધી ફૂડની શ્રેણીમાં આવતું કિનોઆની માગ પણ ખૂબ વધુ છે અને તેનો બજાર ભાવ પણ સૌથી વધુ ઉપજે છે. એવામાં તમને જણાવી દઈએ કે, ગુજરાતના જામનગરના ફક્ત 10 પાસ એક મહિલા પણ આ સુપરફૂડની ખેતીથી વર્ષે સારી એવી આવક મેળવે છે. હાલમાં એ મહિલા ખેડૂત પાસે આ ખેતી કેવી રીતે કરવામાં આવે છે તે સમજવા અને જાણવા માટે દૂર દૂરથી ખેડૂતો આવતા હોય છે. જોકે આ ખેતી માટે તેમણે ત્રણ વર્ષ સુધી અથાગ પરિશ્રમ કર્યા છે અને જમીન, વરસાદ તેમજ બીયારણ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરીને આજે સફળ થયા છે.

જયારે અમેરિકન ફ્રૂડ કીનોઆની વાત કરીએ તો આ એક ધાન્યવાર પાક છે. ભારત દેશમાં કેટલાક લોકો આને અમેરિકન બાજરીના નામથી પણ ઓળખે છે. જયારે સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં કીનોવાનું વાવેતર જોવા મળે છે. ઓછા ખર્ચમાં તૈયાર થનારી આ સફળ ખેતી ઘઉં અને ચોખા જેવા બીજ અનાજની જેમ કિનોઆના બીજનો ઉપયોગ કરીને ખેતી થાય છે. તેમાં પૌષ્ટિક તત્વો વધુ પ્રમાણમાં સમાયેલા હોવાથી તેને મહાઅનાજ પણ કહેવામાં આવે છે. આ અમેરિકન સુપર ફુડની ખેતી વિશ્વમાં ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ પ્રમાણમાં થાય છે.

અમેરિકન ફ્રૂડ કિનોઆ ચીલ, પાલક અને બીટ પરિવાર સાથેનો સંબંધ ધરાવતો છોડ છે. તેના છોડ લીલા, લાલ કે જાંબલી રંગના હોય છે. તેના બીજ લાલ, સફેદ અને ગુલાબી રંગના સાઈઝમાં ખૂબ નાના હોય છે, જેનો ઉપયોગ ખોરાકમાં ઘણી બધી રીતે થાય છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્ત્વો જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટી ફાઈબર, વિટામીન અને ખનિજો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક, મેંગેનીઝ વગેરે કિનોઆના બીજમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. જેના કારણે શરીરને જરૂરી કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર્સ સંતુલિત વધુ માત્રામાં મળે છે.

કિનોઆમાં ઔષધીય ગુણો પણ જોવા મળે છે, જેના કારણે તે અનેક રોગો જેવા કે ડાયાબિટીસ, કેન્સર, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ એવા અનેક રોગોમાં ઉપયોગ થાય છે. કહેવા જઈએ તો કિનોઆ એક અદ્ભુત ચમત્કારિક સુપર ફૂડ અને અદ્ભુત પોષક તત્વોથી ભરપૂર સુપર અનાજ પણ કહી શકાય.

અમેરિકન ફ્રૂડ કિનોઆની ખેતી બધા જ પ્રકારની જમીનમાં કરી શકાય છે. તેના પાક માટે કોઈ ખાસ પ્રકારની અલગ  જમીનની જરૂર પડતી નથી, પરંતુ જમીનમાં સારી ગુણવતા હોવી જોઈએ. તેની ખેતીમાં જમીનનું pH મૂલ્ય સામાન્ય હોવું જોઈએ. કિનોઆની ખેતી માટે ભારતની આબોહવા તેને માફક આવે તેવી છે.

દેશમાં રવિ સિઝનના પાક સાથે જ કિનોઆની પણ ખેતી કરવામાં આવે છે. રાજ્યોની વાત કરવામાં આવે તો  હિમાલયના પ્રદેશથી ઉત્તર પ્રદેશના મેદાનો સુધી તેની સફળતાપૂર્વક સારા પ્રમાણમાં ખેતી થાય છે. શિયાળાની ઋતુ તેના પાક માટે સારી માનવામાં આવે છે. કીનોઆના છોડ શિયાળામાં કડકડતી ઠંડીને સરળતાથી સહન કરી શકે છે. તેના બીજને અંકુરિત થવા માટે લગભગ 18 થી 22 ડિગ્રી તાપમાનની જરૂર પડે છે. તેના બીજ મહત્તમ 35 ડિગ્રી તાપમાન જ સહન કરી શકે છે, તેનાથી વધુ તાપમાન કીનાઆના છોડ સહન કરી શકતા નથી.

અમેરિકન કિનોઆની ખેતી માટે ખેતરમાં 2 થી 3 વખત સારી રીતે ખેડીને જમીનને નાજુક બનાવવામાં આવે છે. આ માટે, છેલ્લા ખેડાણ પહેલા ખેતરમાં 5.6 ટન પ્રતિ હેક્ટરના દરે ગાયના છાણ સાથે ખાતર ભેળવવું જોઈએ. ત્યાર પછી આ પાક માટે યોગ્ય ડ્રેનેજ એટલે કે પાણી નિકાસની વ્યવસ્થા કરવી જોઈએ.

અમેરિકન કિનોઆનો પાક 100 દિવસમાં સારી રીતે  તૈયાર થઈ જાય છે. સારી રીતે વિકાસ પામેલ પાકની ઊંચાઈ 4 થી 6 ફૂટ સુધીની હોય છે. તેને સરસવ જેવા થ્રેસરથી કાપીને સરળતાથી દૂર કરી શકાય છે. બીજ કાઢ્યા પછી સૂર્યપ્રકાશની પણ જરૂર પડે છે. આ પાકનું ઉત્પાદન પ્રતિ વીઘા 5 થી 9 ટન સુધીનું હોય છે.

એક વખત કિનોઆની વાવણી કર્યા પછી 100 દિવસ એટલે કે ત્રણથી ચાર મહિનામાં તેનો પાક તૈયાર થઈ જાય છે. તેના પાકમાંથી દાણા મેળવ્યા બાદ તેનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. ખેડૂતો તેને સીધી કોઈ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરીને વેચાણ પણ કરી શકે છે અથવા તો એક્સપોર્ટ એજન્સી સાથે મળીને વિદેશમાં પણ તેનું વેચાણ કરી શકે છે. કિનોઆની માંગ ખૂબ જ વધુ હોવાથી બજારમાં સામાન્ય રીતે 1500 રુપિયા પ્રતિ કિલો આ ફૂડ વેચાય છે. જ્યારે એક વિઘામાં 5 ટન જેટલું ઉત્પાદન કરીને ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *