સ્ટોક માર્કેટમાં કાયાપલટ કરવી હોય તો, રાધાકિશન દામાણીની આ વાતો ધ્યાનમાં રાખો!

ભારતદેશ અને સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ મુદ્દો હોય તો માત્રને માત્ર એલોન મસ્કની શોપિંગ વિશે છે, આમ તો સમગ્ર વિશ્વ કોરોનાની જપેટમાંથી બહાર તો આવી ગયું…

ભારતદેશ અને સમગ્ર વિશ્વમાં ચર્ચાસ્પદ મુદ્દો હોય તો માત્રને માત્ર એલોન મસ્કની શોપિંગ વિશે છે, આમ તો સમગ્ર વિશ્વ કોરોનાની જપેટમાંથી બહાર તો આવી ગયું છે પરંતુ લોકોમાટે સૌથી મોટો પડકાર જનક પ્રશ્ન હોય તો તે ધંધા અને રોજગાર બાબતે છે. કોરોના બાદ ઘણાં બધા લોકોની હાલત કફોડી બની છે. જણાવી દઈએ તમને કે કોરોના બાદ લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરતા વધી ગયા છે.

ત્યારે હાલમાંજ સ્ટોક માર્કેટમાં દિગ્ગજ રોકાણકાર ગણાતા રાધાકિશન દામાણી (Radhakishan Damani) એ ગયા ક્વાર્ટરમાં પોતાના પોર્ટફોલિયોમાં બે મોટા ફેરફાર કર્યા છે. રાધાકિશન દામાણીના સ્ટોક સિલેક્શન પર ધ્યાન રાખતા રોકાણકારોએ આ બાબત પર ખાસ નજર રાખવી જોઈએ. ગત માર્ચ ક્વાર્ટરમાં તેમણે VST Industriesમાં પોતાનો હિસ્સો વધાર્યો છે, જ્યારે Blue Dart Express માં તેમના હિસ્સામાં ઘટાડો કર્યો છે. લેટેસ્ટ શેરહોલ્ડિંગના આંકડા પરથી આ બાબત જાણવા મળી છે.

રાધાકિશન દામાણી (Radhakishan Damani) એ ગયા ક્વાર્ટરમાં પોતાના પોર્ટફોલિયોની માહિતી પ્રમાણે 31 માર્ચ 2022ના આંકડા પ્રમાણે તેમની ઇન્વેસ્ટમેન્ટ કંપની સિગરેટ કંપનીમાં 32.34 ટકા હિસ્સો અથવા 49,93,204 શેર ધરાવતી હતી જે અગાઉના ક્વાર્ટરમાં 32.26 ટકા હિસ્સો અથવા 49,81,177 શેર હતા. હૈદરાબાદ સ્થિત VST Industries એ સિગરેટનું ઉત્પાદન અને ડિસ્ટ્રીબ્યુશન કરે છે.

રાધાકિશન દામાણી (Radhakishan Damani) એ કરેલા ડિસેમ્બર ક્વાર્ટરમાં દામાણીની કંપની Blue Dart Expressમાં 1.47 ટકા હિસ્સો અથવા 3,48,770 ઇક્વિટી શેર ધરાવતી હતી જ્યારે માર્ચ ક્વાર્ટરમાં આ શેરની સંખ્યા ઘટીને 3,31,770 થઈ હતી. એટલે કે હવે તેઓ 1.40 ટકા હિસ્સો ધરાવે છે. મુંબઈ સ્થિત Blue Dart Express એ ભારતીય લોજિસ્ટિક્સ કંપની છે જે કુરિયર ડિલિવરી સર્વિસ આપે છે. તે સાઉથ એશિયાના બીજા દેશોમાં પણ સક્રિય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *