રાહુલ ગાંધીએ માન્યું: સુપ્રીમ કોર્ટે નથી કહ્યું કે ચોકીદાર છે, કોર્ટમાં માંગી માફી

33
TrishulNews.com

રાફેલ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિવેદનબાજી કરવાના મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતાનું સ્પષ્ટીકરણ દાખલ કર્યું છે. આ દરમિયાન “ચોકીદાર ચોર છે” તે નિવેદન પર રાહુલ ગાંધીએ માફી માંગી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માન્યું છે કે, સુપ્રીમ કોર્ટે નથી કહ્યું કે ચોકીદાર ચોર છે. સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી એ એફિડેવિટ દાખલ કરીને માફી માંગી છે. સાથે તેણે પોતાના નિવેદન પર સફાઇ દેતા કહ્યું છે કે, રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન ઉત્તેજના માં આવી ને પોતાના મોઢા માંથી આ નિવેદન નીકળી ગયું છે. રાહુલ ગાંધીએ માન્યું છે કે સુપ્રીમ કોર્ટે આવું નથી કીધું કે, ચોકીદાર ચોર છે. હવે સુપ્રીમ કોર્ટ આવતી કાલે આ મામલે વધુ સુનાવણી કરશે.

ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદ મીનાક્ષી લેખી દ્વારા કોર્ટની અવમાનના કરવા બદલ એક જાહેર હિતની અરજી કરી હતી. જેના ઉપર 15 એપ્રિલે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે એ સ્પષ્ટ કરીએ છીએ કે, જવાબ આપનાર વ્યક્તિએ સુપ્રીમ કોર્ટનો હવાલો દઇને જે કહ્યું છે. તે ખોટું કહ્યું છે કોર્ટે એવું ક્યારેય નથી કહ્યું કે, ચોકીદાર ચોર છે. કોર્ટ આવી ટિપ્પણી કરી પણ ન શકે.

કારણકે કોર્ટને માત્ર રાફેલ દિલના દસ્તાવેજ મામલે નિર્ણય આપવાનો છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને 22 એપ્રિલ સુધીમાં જવાબ દેવાનો કહ્યું હતું અને આ જવાબ મામલે ૨૩ એપ્રિલે પોતાને સુનાવણી કરશે.

રાફેલ મામલે ભાજપ સાંસદ મીનાક્ષી લેખી ની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહ્યું છે. મીનાક્ષી લેખી એ પોતાની જનહિત યાચિકા માં રાહુલ ગાંધી વિરુદ્ધ પીએમ મોદી પર કરવામાં આવેલા નિવેદનો શરમ જનક છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટે રાફેલ મામલે પુનર્વિચાર યાચિકા ના મામલે નિર્ણય આપતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ફરીથી તપાસ કરશે. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટ નું નામ લઈને બયાન આપ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે પણ માન્યું છે કે ચોકીદાર ચોર હે.

કોંગ્રેસ અધ્યક્ષે પોતાના લોકસભા ક્ષેત્ર બેઠી માં કહ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટનો આભાર માનું છું આખો દેશ કહી રહ્યો છે કે ચોકીદાર ચોર છે આદર્શ નાનો દિવસે કે સુપ્રીમ કોર્ટે ન્યાયની વાત કરી છે.

Like Facebook Page: TrishulNews
Follow on Twitter: TrishulNews
Follow in Instagram: TrishulNews
Subscribe in Youtube: TrishulNews

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...