ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ઉન્નાવ અને હૈદરાબાદ દુષ્કર્મ કેસની ટીકા કરવા જતા રાહુલ ગાંધીએ બાફ્યું: ન બોલવાનું બોલાઈ ગયું

Rahul Gandhi over criticism of Unnao and Hyderabad case

હૈદરાબાદ માં થયેલ ગેંગરેપ બાદ ઉન્નાવને લઈને દેશભરના લોકોમાં ભારે આક્રોશ છે. બંન્ને પીડિતાના કરૂણ મોત નીપજ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉન્નાવ રેપ કેસપીડિતા ના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા ભારત રેપ કેપિટલ બની રહ્યું હોવાનું કહી દીધું હતું. આમ કેન્દ્ર સરકારનો વિરોધ કરવા જતા રાહુલ ગાંધી મર્યાદા ભૂલ્યા હતા અને ભારતને દુનિયાનું રેપ કેપિટલ ગણાવી દીધું હતું.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, ઉન્નાવની માસૂમ દીકરીનું દુ:ખદ અને હ્રદયદ્રાવક મોત, માનવતાને શર્મસાર કરનારી ઘટનાથી આક્રોશિત અને સ્તબ્ધ છું. વધુ એક દીકરીએ ન્યાય અને સુરક્ષાની આશામાં દમ તોડ્યો. દુ:ખની આ ઘડીમાં પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું.

ભાજપના અધ્યક્ષે કહ્યું,‘રાહુલ ગાંધી મેન્ટલી ડિસ્ટર્બ્ડ હોય તેવું લાગે છે’

સાંસદ અને દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. મનોજ તિવારીએ નિવેદન આપતાં રાહુલ ગાંધીને મેન્ટલ ડિસ્ટર્બ્ડ કહ્યાં છે. તિવારીએ ભારતને વિશ્વનું રેપ કેપિટલ ગણાવનાર રાહુલ ગાંધીના નિવેદન પર આકરી પણ વિવાદિત પ્રતિક્રિયા આપી છે. મનોજ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધી ભારતને ગૌરવન્વિત કરી શકે છે ન આવું કંઈ થાય તેને જોઈ શકે છે.

વારંવાર તેઓ આવું નિવેદન આપતા રહે છે, જેનાથી તેઓ મેન્ટલી ડિસ્ટર્બ્ડ હોય એવું લાગે છે. સાથે જ મનોજ તિવારીએ કહ્યું કે તેઓએ વડાપ્રધાન માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો છે તે માટે તેને માફી માગવી જોઈએ. વાયનાડની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતને વિશ્વની બળાત્કારની રાજધાની તરીકે જોવું જોઈએ. સાથે જ રાહુલે વડાપ્રધાન મોદી પર મૌન રહેવાના આક્ષેપો કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.