મોદીના થાળી અને તાળી વગાડવાની જાહેરાતને લઈને રાહુલ ગાંધી બોલ્યા…

પ્રધાનમંત્રી મોદી દ્વારા 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ 22 માર્ચે જનતા કર્ફયૂની અપીલ કરી છે. આ સાથે…

પ્રધાનમંત્રી મોદી દ્વારા 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. પીએમ મોદીએ 22 માર્ચે જનતા કર્ફયૂની અપીલ કરી છે. આ સાથે જ તેઓએ જનતાને કર્ફયૂ દરમિયાન રવિવારે સાંજે 5 વાગ્યે લોકો પોતાના ઘરના દરવાજે, બારી, બાલકનીમાંથી સેવા કરનારાઓનું તાળી, થાળી વગાડી કે ઘંટી રણકાવીને અભિવાદન કરે તેવી અપીલ કરી હતી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના વાયરસ દેશની નબળી અર્થવ્યવસ્થા પર એક મોટો પ્રહાર છે અને નાના, મધ્યમ કે મજૂરી કરનારાઓને સૌથી વધારે પ્રભાવિત કરશે. તાળી વગાડવાથી તેમને મદદ મળશે નહીં. આજે રોકડ મદદ, ટેક્સ બ્રેક અને દેવા પર રોક જેવા મોટા આર્થિક પેકેજની જરૂર છે. જલ્દી કઈ કરો.

કોરોના વાયરસનો માર ભારતીય અર્થવ્યવસ્થા પર પડી રહ્યો છે. તેનો સામનો કરવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. એવામાં રાહુલ ગાંધીની ટ્વીટ એવા સમયે આવી છે જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના વાયરસથી પ્રભાવિત ક્ષેત્રો માટે આર્થિક પેકેજ આપવાના સંકેત આપ્યા છે. સીતારમને કહ્યું છે કે, આર્થિક પેકેજ જેટલું જલદી સંભવ બની શકે તેટલું જલદી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *