રાહુલ ગાંધી પાકિસ્તાન સામે લાલઘૂમ કહ્યું, 2019માં કોંગ્રેસ આવે છે, હદમાં રહો નહિતર…

Published on Trishul News at 3:54 AM, Fri, 25 January 2019

Last modified on January 25th, 2019 at 3:54 AM

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હિંદુ મુસ્લિમ, ભારત પાકિસ્તાન, રામ મંદિર સહિતના અનેક મુદ્દાઓ પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ-કોંગ્રેસ સામસામે પોતપોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે રોજ નિવેદનબાજી કરી રહ્યા છે. ગઈકાલે પ્રિયંકા ગાંધીની કોંગ્રેસ મા ઓફિશિયલી એન્ટ્રી થઇ ચૂકી છે, ત્યારે રાહુલ ગાંધીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રસ્તે ચાલવાનું શરૂ કરી દીધું છે. શું છે સમગ્ર ઘટના તેના પર આજે અમે પ્રકાશ પાડીશું…

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી થોડા દિવસ અગાઉ દુબઈના પ્રવાસે ગયા હતા. ત્યારે અલગ અલગ કાર્યક્રમો માં મોટી ભીડ ઉમટી પડી હતી દેશમાં માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની લોકચાહના છે તે વાતને કોંગ્રેસ અધ્યક્ષ એ ખોટી પાડી દીધી હતી. દુબઈ ના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા રાહુલ ગાંધીની લોકપ્રિયતા અને કાર્યક્રમના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને કોંગ્રેસની સુષુપ્તાવસ્થા જાગ્રત બની હોય તેવી રીતે કોંગ્રેસના કાર્યકરો ખુશખુશાલ બની ગયા છે. રાહુલ ગાંધી પોતાના નરમ ભાષણો ને આક્રમક અને ઉગ્ર બનાવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટાઇલ માં વિરોધીઓને જવાબ આપી રહ્યા છે. ઘણા વિવેચકોએ તો રાહુ ગાંધી ની પરિપક્વતા અને રાજકારણની રીતો શીખ મેળવી રહેલા કોંગ્રેસ અધ્યક્ષ બાબતે અને કોંગ્રેસ વિરોધીઓના પપ્પૂ શબ્દને પરમપૂજ્ય બનાવી દીધો છે તેવી કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.

રાહુલ ગાંધીએ ગઈકાલે મીડિયાને સંબોધિત કરતા પાકિસ્તાન અંગેના સવાલ માં જવાબ આપતા કહ્યું હતું કે, હું શાંતિપ્રિય છું, ભારત શાંતિપ્રિય દેશ છે અને હું પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો બની રહે તેવી ઈચ્છા રાખું છું. પરંતુ જો પાકિસ્તાન ભારતીયો સાથે કોઈ ખોટો વ્યવહાર કરશે તો હું ક્યારેય સ્વીકાર નહીં કરું। રાહુલ ગાંધીએ આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, 2019 માં કોંગ્રેસ આવી રહી છે, ત્યાં સુધીમાં પાકિસ્તાન પોતાની હરકતો કાબુમાં લાવે અને સહિષ્ણુતાથી વર્તે નહીંતર ભારત પણ પોતાના તરફથી જવાબ આપશે.

Be the first to comment on "રાહુલ ગાંધી પાકિસ્તાન સામે લાલઘૂમ કહ્યું, 2019માં કોંગ્રેસ આવે છે, હદમાં રહો નહિતર…"

Leave a comment

Your email address will not be published.


*