લાંચ લેતો રેલવેનો મોટો અધિકારી CBIના હાથે સુરતથી ઝડપાયો

સુરત રેલવે સ્ટેશનના એન્જિનિયરિંગ વિભાગના ઇન્સ્પેકટરને ગાંધીનગર CBI એ 5000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો. રેલવે તંત્રની ઓનલાઇન હરાજીમાં બોલી લાગ્યા બાદ…

સુરત રેલવે સ્ટેશનના એન્જિનિયરિંગ વિભાગના ઇન્સ્પેકટરને ગાંધીનગર CBI એ 5000 રૂપિયા લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો. રેલવે તંત્રની ઓનલાઇન હરાજીમાં બોલી લાગ્યા બાદ કોન્ટ્રાક્ટર ભંગાર લેવા માટે સુરત ખાતે આવ્યો હતો. ત્યારે એન્જિનિયરિંગ વિભાગના ઇન્સ્પેકટર ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ માંગી હતી. લાંચ માગતા કોન્ટ્રાક્ટર અભિજીત પાંડેએ સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના પગલે સીબીઆઈએ છટકું ગોઠવી ઇન્સ્પેકટરને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રેલવે તંત્ર દ્વારા ટ્રેક સહિતના ભંગારની ઓનલાઇન હરાજી કરવામાં આવે છે. આ દરમિયાન રેલવે ટ્રેકના 34.5 મેટ્રિક ટન ભંગાર માટે ગઈ 13મી ઓગસ્ટ 2020 ના રોજ ઓનલાઇન હરાજી થઈ હતી. આ હરાજીમાં જલગાંવના પ્રસન્ન એન્ટરપ્રાઈઝના અભિજીત પાંડે સૌથી ઊંચું ટેન્ડર ભર્યું હતું. 34.5 મેટ્રિક ટન માટે ૭.૫૦ લાખ રૂપિયા જેટલી ઉંચી કિંમતે ટેન્ડર મેળવ્યા બાદ રેલવે કોન્ટ્રાક્ટરને 26મી ઓગસ્ટના રોજ ટેન્ડર એલોટમેન્ટનો લેટર આપ્યો હતો.

મુંબઈની મુખ્ય કચેરીથી ટેન્ડર ફાળવણી થયાનો લેટર મળ્યા બાદ અભિજીત ભંગાર લેવા માટે સુરત આવ્યો હતો. જોકે ભંગાર ઉધના યાર્ડમાં પડયો હોવાથી તેને સ્થળ પર જઇ કઇ રીતે ભંગાર લઈ જવો તેનું પ્લાનિંગ કર્યું હતું. જોકે ભંગારની માત્રા વધારે હોવાથી કોન્ટ્રાક્ટરે સહેલાઈથી ભંગાર ઉઠાવી શકાય તેવી જગ્યા ફાળવી આપવા રેલવે એન્જિનિયર વિભાગ પાસે માંગણી કરી હતી.

હવે રેલવેના એન્જિનિયરિંગ વિભાગના ઇન્સ્પેકટર કીર્તિ એ ભંગાર સરળતાથી ઉઠાવવા માટે જગ્યાના બદલામાં દસ હજાર રૂપિયાની માંગણી કરી હતી. આ કીર્તિ નામના ઇન્સ્પેક્ટરે લાંચ માગતા કોન્ટ્રાક્ટરે ગાંધીનગર સીબીઆઇ માં ફરિયાદ કરી હતી.

આને કારણે સીબીઆઇની એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે છટકું ગોઠવી શુક્રવારે રાત્રે કીર્તિને 5,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો.આ કીર્તિ પકડાયા બાદ સીબીઆઇની ટીમે ઇન્સ્પેક્ટરના ઘર અને ઓફિસ એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ કીર્તિને સીબીઆઈએ ધરપકડ કરીને ગાંધીનગર લઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *