આવનારા પાંચ દિવસમાં ગુજરાતમાં રહેશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આ મહત્વની જાણકારી

હાલ ચોમાસા માટે કોઈ સિસ્ટમ કાર્યરત નથી અને વાવાઝોડું પણ જતું રહ્યું હોવા છતાં હવામાન વિભાગ દ્વરા ત્રણેક દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ…

હાલ ચોમાસા માટે કોઈ સિસ્ટમ કાર્યરત નથી અને વાવાઝોડું પણ જતું રહ્યું હોવા છતાં હવામાન વિભાગ દ્વરા ત્રણેક દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તેના માટે અરબી સમુદ્ર પરથી આવતા ભેજયુક્ત પવન અને લોકલ સિસ્ટમ જવાબદાર હોવાનું હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી નોંધાયું હતું.

રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે. પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગનાં જણાવ્યાં મુજબ, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.

આ ઉપરાંત બાકીના રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી 24 કલાક સુધી વાતાવરણ સુક્કું રહેશે. આજે ભેજનું પ્રમાણ સવારે 8-30 વાગ્યે 72 ટકા અને સાંજે 5-30 વાગ્યે 33 ટકા રહ્યું હતું. આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારપછીના 3-4 દિવસ સુધી બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

આગામી 5 દિવસની આગાહી
તા.26ના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ
તા.26 થી તા.27 વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલી અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ
તા.27 થી 28 વચ્ચે ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા, નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ
તા.28 થી 30 વચ્ચે સુક્કું વાતાવરણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *