સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલ્ટો, સાવરકુંડલા, રાજુલા પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે…

વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું. બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા.

રાજ્યમાં કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા અનુસાર, રાજસ્થાન ઉપર સર્જાયેલા હવાના દબાણને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. જેને લઈને રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળશે. જોકે, આગામી દિવસોમાં હીટવેવની આગાહી કરવામાં આવી નથી. આગામી દિવસોમાં રાજ્યમાં ગરમી મહત્તમ  41 ડિગ્રી રહેશે, જેથી ગુજરાતના લોકોને ગરમીમાં રાહત મળે તેવી શક્યતા છે.

સાવરકુંડલા પંથકમાં પણ વરસાદી ઝાપટા

ખાંભા પંથકમાં પણ અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને ગાજવીજ સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. સાંવરકુંડલાના વીજપડી, ભમ્મર, ધાડલા અને ચીખલીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદથી અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળતા ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રાજુલાના વાવેરા ગામે ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. રાજુલાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *