હવામાન વિભાગની મોટી આગાહી- આજે અને આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે ખાબકશે વરસાદ

Published on: 11:43 am, Tue, 30 May 23

Gujarat rain forecast: ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં પણ સિસ્ટમ સક્રિય થઇ છે. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ ખાબકી રહ્યો છે. ગઈકાલે પણ રાજ્યના 28 તાલુકામાં વરસાદ (rainfall in Gujarat) ખાબક્યો છે. વરસાદને લીધે ગઈકાલની મેચ પણ થોડા સમય માટે અટકાવી દેવામાં આવી હતી. ત્યારે વધુ એક વાર વરસાદની આગાહી (Gujarat rain forecast) હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો આજે ક્યાં ખાબકશે વરસાદ:

હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે અમદાવાદ સહિત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ અને નર્મદામાં વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોરબી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ પડવાની શક્યતાઓ છે.

અમે તમને જણાવી દઈએ કે, વરસાદના લીધે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર, 28 મેના રોજ રમાનારી મેચ સ્થગિત રાખવી પડી હતી. ત્યારબાદ સોમવારે રિઝર્વ ડે પર રમાયેલી મેચમાં પણ ગુજરાતની બેટિંગ પૂર્ણ થયા પછી વરસાદ ખાબક્યો હતો. જે પછી મેચને રોકી દેવામાં આવી હતી. ધોધમાર વરસાદનાં લીધે ગ્રાઉન્ડ સ્ટાફ તરત જ કામે લાગી ગયો હતો. વરસાદ બંધ થયા પછી તાત્કાલિક ગ્રાઉન્ડે સૂકાવવામાં આવ્યું હતું. થોડીવાર પછી મેચ ફરી શરૂ થઈ ગઈ હતી અને CSKની શાનદાર જીત થઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. જેમાં બે દિવસ બાદ હવામાન વિભાગ દ્વારા હવામાન સૂકું રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે હાલ વરસાદ થઈ રહ્યો છે અને તે પૂર્વ તરફ નીકળી ગયા પછી વરસાદ ઘટી જશે અને હવામાન ફરી સૂકું થઈ જશે તેવી આગાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "હવામાન વિભાગની મોટી આગાહી- આજે અને આવતીકાલે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે ખાબકશે વરસાદ"

Leave a comment

Your email address will not be published.


*