ગુજરાતભરમાં જામ્યો વરસાદી માહોલ, હજુ 3 દિવસ માવઠાની આગાહી- જાણો આજે ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ (Unseasonal rain)ની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને સર્ક્યુલેશન ના કારણે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ફરી એકવાર કમોસમી વરસાદ (Unseasonal rain)ની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) અને સર્ક્યુલેશન ના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ (Rain forecast) ખાબક છે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેને કારણે ખેડૂતો પર ચિંતા ના વાદળો છવાયા છે.

જાણો આજે ક્યાં પડશે વરસાદ:

આજે એટલે કે 29 એપ્રિલના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરા, અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યો છે. ભરઉનાળે ગુજરાતમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

મળતી માહિતી અનુસાર, આજે અમદાવાદ, અરવલ્લી, ગીર સોમનાથ, મહીસાગર, દ્વારકા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા દ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. તો બહુચરાજી અને પાલનપુરમાં વીજળી પડવાને કારણે બે લોકોનાં મોત થયા છે.

30 એપ્રિલે જાણો ક્યાં પડશે વરસાદ:

હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 30 એપ્રિલે અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, કચ્છ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

1 મે જાણો ક્યાં પડશે વરસાદ:

હવામાન વિભાગ દ્વારા 1 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અ,મરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને લીધે બાગાયતી ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *