રીવાબા પર કોથળા મોઢે થયો રૂપિયાનો વરસાદ- કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોની ચાદરથી ઢંકાયું સ્ટેજ

Published on Trishul News at 7:48 PM, Tue, 23 May 2023

Last modified on May 23rd, 2023 at 7:49 PM

Rain of rupees in Kirtidan Gadhvi’s diara: કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું હતું, આ ડાયરામાં ભજનની રમઝટ વચ્ચે જામનગરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાની નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ લોકડાયરામાં પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા અને કાંધલ જાડેજાએ પણ મન મૂકીને પૈસા ઉડાડ્યા હતા.

દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ અને જામનગર દ્વારા 484મી મહારાણા પ્રતાપની જન્મજયંતી નિમિત્તે આ ભવ્ય લોકડાયરાનું આયોજન ગોઠવામાં આવ્યું હતું. આ લોકડાયરામાં માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે સહિતનાં કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી. તે ઉપરાંત કલાકારો પર આ લોકડાયરામાં ચલણી નોટનો વરસાદ વરસાવામાં આવ્યો હતો.

તેમ જ આજ દિવસે પૂર્વ રાજ્યમંત્રી હકુભાનો જન્મદિવસ પણ હતો, જેથી લોકડાયરામાં તેમના પર પણ ચલણી નોટોનો એકધારો વરસાદ વરસાવ્યો હતો. આ લોકડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવી પર રૂપિયા 10ની ચલણી નોટથી માંડીને રૂપિયા 2000 સુધીની નોટોનો વરસાદ વરસાવામાં આવ્યો હતો. માયાભાઈ આહીર, કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના ભવ્ય લોકડાયરામાં ભારતીય ચલણ ઉપરાંત ડોલર અને યુરો ઉડાડવામાં આવ્યા હતા.

સમાજના આગેવાનોએ ધારાસભ્ય રીવાબા જાડેજા પર ચલણી નોટોનો વરસાદ કરીને ઘોળ કરી હતી તેમજ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને જાણીતા બિલ્ડર મેરામણ પરમારે પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા પર પણ ચલણી નોટોનો એકધારો વરસાદ કર્યો હતો.

મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતી નિમિત્તે જામનગરમાં લોકડાયરામાં રિબડા જૂથના રાજદીપસિંહ જાડેજા અને ગોંડલ જૂથના ગણેશભાઈ દ્વારા સ્ટેજ પર ચલણી નોટોનો વરસાદ વરસાવામાં હતો. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા, જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર તેમજ ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ અને રીબડાના રાજદીપસિંહ જાડેજા સહિત અનેક મહેમાનોએ લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ વરસાવયો હયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "રીવાબા પર કોથળા મોઢે થયો રૂપિયાનો વરસાદ- કીર્તિદાન ગઢવીના ડાયરામાં નોટોની ચાદરથી ઢંકાયું સ્ટેજ"

Leave a comment

Your email address will not be published.


*