Gujarat Monsoon Update: ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું છે. વિદાય વખતે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ વરસશે તે અંગેની આગાહી પણ જોઈએ. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ (Gujarat Monsoon Update) થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.
આવતીકાલથી વરસાદનું જોર ઘટશે
હવામાન વિભાગે જણાવ્યું કે, “આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે.” વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.
આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં તથા કચ્છ જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તથા દીવમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
ગરબાના રસિયાઓને રાહત મળે એવી શક્યતા
બંગાળની ખાડીમાંથી જે વરસાદ આપનારી સિસ્ટમ આવી છે તેના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ 30 સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે. જોકે, આમાં અતિવૃષ્ટિની શક્યતાઓ નથી. પરંતુ કેટલાક વિસ્તારમાં મધ્ય તો કેટલાક ભાગોમાં મધ્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં પણ આ વરસાદ જોવા મળશે. આ સાથે જ ગરબાના રસિયાઓને રાહત મળે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App