કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોળી બનાવી, આ ગામે વરસ્યો મેઘ

કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોળી બની ચુકી છે. હાલ ખેડૂતો તેના ખેતર માંથી નિષ્ફળ પામેલા પાકને દુર કરી નવા પાકની વાવણી કરી રહ્યા…

કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોની હાલત કફોળી બની ચુકી છે. હાલ ખેડૂતો તેના ખેતર માંથી નિષ્ફળ પામેલા પાકને દુર કરી નવા પાકની વાવણી કરી રહ્યા છે. એવામાં ફરી એક વાર મેઘરાજ વર્ષીને ખેડૂતોનો પાક બગડી રહ્યા છે. ખેડૂતોને ચોમાસામાં થયેલા નુકશાનનું પાક વીમાનું વળતર મળ્યું નથી અને બીજી બાજુ ખેતરમાં ઉભા પાક માટે ઋતુ વગરનો કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનું કારણ બની રહ્યો છે.

આજ રોજ જામનગર કાલાવડ પંથકના કેટલાક ગામડાઓમાં વાતાવરણમાં અચાનક ભારે પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યા બાદ નાના વડાલામ પીપર, મોટા ભાડુરિયા, ડાંગરવાડા, બાંગા અને મોટીયા સહિતના ગામઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલા ઉભા પાકને નુકસાન થયું છે અને તો કેટલીક રસ્તા પરતો ચોમાસાની જેમ પાણી વહી રહ્યા હતા.

ગોંડલ તાલુકાના પીપળીયા અને ભરૂડી સહીતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. ખેડૂતોએ ખેતરમાં વાવેલા ડુંગળી, ઘઉં, લસણ, ચણા, કપાસ અને મરચીના પાકને ભારે નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

બનાસકાંઠાના સુઈગામ તાલુકાના વાતાવરણમાં બપોર પછી અચાનક પલટો આવ્યો હતો અને ગામના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો. વાવ, થરાદ અને સુઈગામમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે ખેડૂતો ખેતરમાં રહેલા દિવેલા, જીરું અને રાયડાના પાકને નુકશાન જવાન ભીતિ સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *