જુઓ કેવી રીતે મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી વડોદરાની દીકરી જાતમહેનતથી પાયલટ બની પિતાનું નામ રોશન કર્યું

Published on Trishul News at 3:33 PM, Sat, 25 December 2021

Last modified on December 26th, 2021 at 11:41 AM

ગુજરાત(વડોદરા): ગુજરાત(Gujarat) સરકાર યુવાઓને કારકિર્દી ઘડવામાં દરેક સહાય પુરી પાડવાના ઉત્તમ પ્રયાસો કરી રહી છે. વિદ્યાર્થીઓ(Students), યુવાઓ(Youth) અને વંચિત સમાજને મદદરૂપ થવા સરકારની વિશેષ યોજનાઓ સામાજિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. વડોદરા(Vadodara)ના મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી 28 વર્ષીય ખુશ્બુ અંબાલાલ પરમાર(Khushbu Ambalal Parmar)નું બાળપણથી એકમાત્ર સ્વપ્ન હતું આકાશમાં ઉડવાનું.

નાનપણમાં પિતાના અવસાનને પરિણામે નબળી આર્થિક પરસ્થિતિ ખુશ્બુના સપનાઓ વચ્ચે મુશ્કેલી સમાન હતી. તેઓની માતા એક છાત્રાલયમાં ગૃહમાતા તરીકે નોકરી કરી પોતાની દીકરીના આંખના સપનાને ઝાંખુ પડવા દીધું નહીં. ધોરણ ૧૨ સાયન્સ સુધી લગનથી અભ્યાસ બાદ, ખુશ્બુનું દૃઢ મનોબળ, પરિશ્રમ અને ગુજરાત સરકારની કમર્શિયલ પાઇલટ લાઇસન્સ યોજના તેનું સપનું સાકાર કરવામાં જોડાઈ ગયા.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા, ગુજરાત સરકારની યોજના હેઠળ રૂ. ૨૪,૭૨,૦૦૦ની લોન મળતા ખુશ્બુનું કમર્શિયલ પાયલટ લાયસન્સ મેળવવાનું અને ઉજ્જવળ કારકિર્દી ઘડવાનું સફળ થયું. તદુપરાંત, ખુશ્બુની હાલમાં એક નામાંકિત એરલાઈન કંપનીમાં અસિસ્ટન્ટ પાયલટ તરીકે પસંદગી પણ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જુઓ કેવી રીતે મધ્યમવર્ગ પરિવારમાં ઉછરેલી વડોદરાની દીકરી જાતમહેનતથી પાયલટ બની પિતાનું નામ રોશન કર્યું"

Leave a comment

Your email address will not be published.


*