શ્રીલંકામાં રાજપક્ષે ને મળી સત્તા, જાણો ભારત પર શુ થશે અસર

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણના પૂરી થઈ ચૂકી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના નાનાભાઈ અને પૂર્વ રક્ષા સચિવ ગોતબયા રાજપક્ષે એ સત્તારૂઢ પાર્ટીના ઉમેદવાર સાજીત…

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતગણના પૂરી થઈ ચૂકી છે. પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના નાનાભાઈ અને પૂર્વ રક્ષા સચિવ ગોતબયા રાજપક્ષે એ સત્તારૂઢ પાર્ટીના ઉમેદવાર સાજીત પ્રેમદાસાને હરાવ્યા છે. આ ચૂંટણી સાથે જ એ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે કે ગોતબયા રાજપક્ષે ની જીત ભારત કે ચીન કોના માટે વધારે ફાયદાકારક રહેશે.

સત્તારૂઢ પાર્ટીના ઉમેદવાર સાજીત પ્રેમદાસા એ પોતાની હાર સ્વીકાર કરતા પોતાના હરીફ ગોતબયા રાજપક્ષેને જીત માટે શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું કે હું લોકોના નિર્ણયનું સન્માન કરું છું અને ગોતબયા રાજપક્ષેને શ્રીલંકાના સાતમા રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટાવા માટે શુભેચ્છા આપું છું.

રાજપક્ષે અને ચીનના સારા સબંધ

શ્રીલંકાની રાજનીતિ ઉપર નજર રાખનાર વિશેષજ્ઞોનું માનવું છે કે રાજપક્ષીની જીત ચીન માટે ફાયદાકારક હોઈ શકે છે કારણકે તેમના મોટાભાઈ મહિંદા રાજપક્ષે જ્યારે સત્તામાં હતા ત્યારે શ્રીલંકામાં ચીને ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હતું. મહીંદા રાજપક્ષે ૨૦૦૫ સુધી સત્તામાં રહ્યા હતા.

એટલું જ નહીં મહિન્દાએ ચીન પાસેથી અરબો ડોલર ઉધાર લીધા હતા અને કોલંબો બંદરના દ્વાર ચીનના યુદ્ધ જહાજો માટે ખોલી દીધા હતા. એક હકીકત એ પણ છે કે ચીને કોલંબો બંદરને વિકસિત કરવામાં ખૂબ મોટી ભૂમિકા નિભાવી હતી.

ચીન એ હંબનટોટા નું વિશાળ બંદર બનાવવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તે પહેલેથી જ ચીનના ભારે ભરખમ કરજ નીચે દબાયેલા છે.

પ્રધાનમંત્રી મોદીએ પાઠવી શુભેચ્છા

મોદીએ કહ્યું છે કે ગૌતબાયા રાજપક્ષેને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવવા બદલ અભિનંદન. તમારી સાથે બન્ને દેશ અને નાગરિકો વચ્ચે સંબંધ મજબૂત કરવા તેમ જ આ ક્ષેત્રમાં શાંતિ, સમૃદ્ધિ તથા સુરક્ષા વધારવા કામ કરવા ઉત્સાહિત છું.

ભારતની ચિંતા 

ભારત હવે શ્રીલંકા ની નવી સરકાર સાથે સારા સંબંધો રાખવા માંગશે, કારણકે ભારત કોલંબો બંદરમાં ઈસ્ટર્ન કન્ટેઇનર ટર્મિનલ બનાવવાને લઇને શ્રીલંકા સાથે એક સમજૂતી કરી ચૂક્યું છે. ભારત આવનાર મોટા ભાગનો સામાન આ કોલંબો બંદરે થઈને જ આવે છે. એવામાં શ્રીલંકામાં કોઈ પણ સત્તા આવે પરંતુ ભારત તેનાથી પોતાનો સંબંધ ખરાબ કરવાનું નહિ ચાહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *