માથાભારી શખ્સોએ મંદિરના પુજારીને પેટ્રોલ છાંટી જીવતા સળગાવી દીધા- જાણો કયાની છે આ ઘટના

Published on: 7:39 pm, Fri, 9 October 20

રાજસ્થાન રાજ્યનાં ભરતપુર જિલ્લામાં માથાભારે શખ્સોની એવું ખરાબ કાર્ય બહાર આવ્યું છે કે, જેનો વિચાર કરીને પણ લોકોનાં રૂવાડા ઉભા થઇ જાય. અહીંયા આ શખ્સોએ જમીન વિવાદમાં મંદિરનાં એક પુજારીને જીવતા સળગાવી દેતા આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાનાં બુકનાં ગામમાં આવેલા મંદિરની જમીન ઉપર માથાભારે શખ્સ ગણાતા કૈલાશ મીણાની નજર હતી. આ કૈલાસ મીણાની જમીનનાં વિવાદમાં મંદિરમાં વર્ષોથી પૂજા કરતાં બાબુલાલ વૈષ્ણવને પેટ્રોલ છાંટીને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.

પૂજારીનાં મરણોતર નિવેદન પછી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી.

પૂજારીનાં મરણોતર નિવેદન પછી સપોતરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધી હતી. આ કેસમાં પોલીસ દ્વારા મુખ્ય આરોપી કૈલાશ મીણાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ પોલીસ ઉપર બેદરકારી દાખવવાનો પણ આક્ષેપ લાગ્યો છે. FIRમાં જણાવવામાં આવ્યું છે કે, મંદિરની જમીન પર કબજો મેળવવા આવેલાં કૈલાશ પુત્ર કાડૂ મીણા, શંકર, નમો, રામલખન મીણા તેઓ છાપરા નાંખી રહ્યા હતા. જ્યારે મંદિરનાં પુજારી દ્વારા તે લોકોને રોકવામાં આવ્યા તો ત્યારે પુજારીને પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી હતી.

રાજસ્થાન રાજ્યની કોંગ્રેસ સરકાર દ્વારા ભાજપ ઉપર સાધવામાં આવ્યું નિશાન…

ભાજપ દ્વારા મંદિરનાં પુજારીને જીવતા સળગાવી દેવાની બાબતે રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર નિશાન સાંધવામાં આવ્યું છે.. અને કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં ગુનાખોરી વધારે છે. કાયદાનો ડર હાલ ગુનેગારોને નથી રહ્યો. લોકો ડરેલા છે તેમજ ક્યાં સુધી કોંગ્રેસનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુનેગારોનાં મસીહા બનીને ફરતા રહેશે. પૂજારીને જીવતા સળગાવી દેવાનાં બનાવનાં આરોપીઓની વધેલી હિંમતનું પ્રમાણ છે. પૂર્વ CM વસુંધરા રાજે દ્વારા કહેવામાં આવ્યું હતુ કે, આ બનાવની જેટલી નિંદા કરીએ તેટલી ઓછી છે. આમાં કોંગ્રેસનાં પૂર્વ મંત્રી રમેશ મીણા દ્વારા કહેવામાં આવ્યું છે કે, મુખ્ય અપરાધી પકડાઈ ગયો છે. અને બીજા અપરાધીને જલદી જ પકડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle