ભાજપ દ્વારા ગહેલોત સરકાર વિરુદ્ધ કરેલા અવિશ્વાસ પ્રસ્તાવનું આવ્યું પરિણામ- જાણો કોને મળી પછડાટ

રાજસ્થાનમાં અશોક ગહલોતની સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. જે બાદ વિધાનસભાને 21મી ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા રાજ્ય સરકાર…

રાજસ્થાનમાં અશોક ગહલોતની સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીતી લીધો છે. જે બાદ વિધાનસભાને 21મી ઓગસ્ટ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ પહેલા રાજ્ય સરકાર તરફથી સંસદીય કાર્ય મંત્રી શાંતિકુમાર ધારીવાલે વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ કર્યો. જે બાદમાં તેના પર ચર્ચા થઈ હતી. શાંતિ ધારીવાલે કહ્યું કે, વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કરવની તમામ તૈયારી છે. રઘુ શર્માએ કહ્યું હતું કે બહુમતને લઈ કૉંગ્રેસ સંપૂર્ણપણે આશ્વસ્ત છે.

બીજી તરફ, બીજેપી નેતા ગુલાબચંદ કટારિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવે. બીજી તરફ, વિધાનસભાની કાર્યવાહીમાં સામેલ થવા માટે સચિન પાયલટની સાથે કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને મંત્રી ગૃહમાં પહોંચ્યા હતા. આ દરમિયાન દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવાની સાથે જ વિધાનસભાની કાર્યવાહી બપોરે 1 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પહેલા બહુજન સમાજ પાર્ટીએ પોતાના 6 ધારાસભ્યો માટે વ્હિપ જાહેર કર્યો છે. અહીં એ જાણવું રસપ્રદ છે કે બસપાના તમામ 6 ધારાસભ્ય પહેલા જ પાર્ટી બદલીને કૉંગ્રેસમાં સામેલ થઈ ચૂક્યા છે. બસપા તેની બંધારણીયતાને પડકારી કોર્ટમાં ગયું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુધીન્દ્ર ભદૌરિયાએ કહ્યું કે, પક્ષપલટા કાયદા હેઠળ કોઈ રાજ્યના એકમને વિલય કરવાનો અધિકાર નથી હોતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *