ભાજપ કોર્પોરેટરના પુત્રએ બાથરૂમમાં કરી લીધો આપઘાત, સામે આવ્યું ચોકાવનારું કારણ

Published on: 6:42 pm, Thu, 8 April 21

હાલમાં રાજકોટમાં ભાજપનાં કોર્પોરેટરનાં પુત્રએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેરનાં મવડી રોડ બાપા સિતારામ ચોકનાં ગ્રીન પાર્ક-1માં રહેતાં વોર્ડ નં. 11ના ભાજપના કોર્પોરેટર વિનોદભાઇ સોરઠીયાના પુત્ર વિશાલ સોરઠીયાએ ઘરના બાથરૂમમાં શાવર સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પોલીસમાંથી મળતી માહિતી મુજબ, ગ્રીન પાર્ક-1માં રહેતો વિશાલ સોરઠીયા સવારે ન્હાવા માટે બાથરૂમમાં ગયો હતો. પરંતુ મોડે સુધી બહાર ન આવતાં તેના મોટાભાઇએ દરવાજા ખખડાવ્યો હતો. આ ઉપરાંત બે વખત તેને બુમ પણ પડી હતી. પરંતુ જવાબ ન મળતાં કંઇક અજુગતુ બન્યાનું સમજી પુશ બટનવાળો દરવાજો ખુલ્લો જ હોવાથી ખોલીને જાતાં તે શાવરમાં લટકતો જોવા મળ્યો હતો. 108ના તબિબે વિશાલભાઇને તપાસીને મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આપઘાત કરનાર વિશાલ ત્રણ બહેન અને બે ભાઇમાં બીજો હતો. તેને મવડીમાં લોખંડનું એક કારખાનુ હતું. તેને સંતાનમાં સવા વર્ષની દિકરી છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, તેના સસરા કોઠારીયા રોડની વિશ્રાંતિ સોસાયટીમાં રહે છે.

પત્નિ હાલ પિયરે હોવાથી તેને જાણ કરતા તે પણ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. જોકે આપઘાતનું કોઇ કારણ હાલ બહાર આવ્યું નથી. પરિવારજનો પણ હાલ કંઇ કારણ જાણતા નથી. અંતિમવિધી બાદ પોલીસ દ્વારા સ્વજનોના નિવેદનો નોંધી કારણ જાણવા તપાસ કરવામાં આવશે.

વિશાલભાઇના પિતા વિનુભાઇ સોરઠીયા આ વર્ષે જ ભાજપના કોર્પોરેટર તરીકે વોર્ડ નં. 11માંથી ચુંટાયા છે. યુવાન દિકરાના આ પગલાથી તેઓ તથા પરિવારના બીજા સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં વિનુભાઇ સોરઠીયાના સગા સ્વજનો તેમજ વિસ્તારના ભાજપ આગેવાનો, બીજા કોર્પોરેટરો નિવાસસ્થાને અને હોસ્પિટલે પહોચી ગયા હતાં અને વિનુભાઇને દિલાસો પાઠવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.