કરોડોના ખર્ચે બનેલી સિવિલે દર્દીને વેન્ટીલેટર તો આપ્યા પરંતુ સરખો ઓક્સીજન ન મળતા દર્દીના થયા મોત- વિડીયોમાં જુઓ ભયાવહ દ્રશ્યો

છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 68 કોરોનાં સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરની કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી સિવિલ મલ્ટી…

છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં 68 કોરોનાં સંક્રમિત દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. બીજી તરફ રાજકોટ શહેરની કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી સિવિલ મલ્ટી સ્પેશિયાલીટી હૉસ્પિટલના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે.

અહીં વેન્ટીલેટર ઉપર રાખવામાં આવેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ન મળતા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ઓક્સિજન ન મળવાના કારણે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત પણ થયું છે. હાલ સમગ્ર બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

સરકારી બાબુઓ અને ખુદ સરકાર કોરોના સામે ગંભીર પ્રકારે લડત આપી રહી હોવાની વાત કહી રહી છે. ખુદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ એક સપ્તાહ પહેલા રાજકોટ આવ્યા હતા. રાજકોટ સર્કિટ હાઉસ તેમજ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે તેઓએ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી. અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થયા બાદ તેમને પ્રેસ મીડિયાને પણ સંબોધન કર્યું હતું.

પ્રેસ મીડિયાને સંબોધિત કરતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં પણ ઑક્સિજન બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. સરકાર દ્વારા ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યા છે, ઇન્જેક્શનનો જથ્થો, દવાનો જથ્થો, ઓક્સિજન બેડની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યાની વાત તેઓએ કરી હતી.

તેમ છતાં રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં સતત એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે. દર્દીઓને એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. બીજી બાજુ શુક્રવારના રોજ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની પાઈપ લાઈન તૂટી હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો. તંત્ર દ્વારા ઓક્સિજનની પાઈપ લાઈન તૂટતા ત્યાં કપડું વીંટીને કામ ચલાવવું પડ્યું તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઇ હતી.

ત્યારે વળી બીજી તરફ, શહેરની સિવિલમાંથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે. આ ઉપરાંત રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાને કારણે તેમની દર્દનાક પરિસ્થિતિ દર્શાવતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ હજુ સુધી એક પણ ધારાસભ્ય, સાંસદસભ્ય કે સરકારી બાબુનું નિવેદન સામે આવ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સરકારી બાબુઓ અને સરકાર ભલે પોતાની કામગીરીના બણગા ફૂંકી રહ્યા હોય પરંતુ રાજકોટમાં પરિસ્થિતિ ખૂબ બગડી છે. તંત્ર કોઈ પણ કાળે પરિસ્થિતિ પર કાબૂ મેળવે તે પ્રકારની કોઈ શક્યતા દેખાઈ રહી નથી. રાજકોટ શહેરમાં કેટલાક આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટીંગ કીટ ખૂટી ગઇ હોવાનું પણ સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ રાજકોટ ખાતે આવ્યા હતા. રાજકોટ મીડિયાએ તેમને જ્યારે હોસ્પિટલ અને સ્મશાનમાં વેઇટિંગ બાબતે પ્રશ્ન કર્યો ત્યારે તેમને કહ્યું કે, મને આ બાબતે કોઈ ખ્યાલ નથી. રાજકીય પક્ષોનો ઉદભવ લોકોની સેવા માટે લોકોને સુખાકારી આપવા માટે થતો હોય છે. બીજી તરફ દેશની સૌથી મોટી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરફથી આ પ્રકારે બેજવાબદાર ભર્યુ નિવેદન આપવામાં આવ્યું છે. લોકો હવે તંત્ર કે સરકારના સહારે નથી પરંતુ ભગવાન ભરોસે હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *