‘મારે તારી સાથે સુવું છે’ કહીને 28 વર્ષની પરિણીતા પર 4 જણે કર્યો ગેંગરેપનો પ્રયાસ

Published on: 2:32 pm, Thu, 7 February 19

રાજકોટમાં 28 વર્ષની પરિણીતા પર ચાર જણે ગેંગરેપનો ગઇકાલે રાતે પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી ગયો હતો. દુષ્કર્મનો પ્રયાસ કરનારા આ ચાર જણ પહેલા પણ દારૂ, હત્યાની કોશિષ, ગેરકાયદેસર હથીયાર રાખવા સહિતના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખાભાઇ રાઉમા અને તેના ત્રણ સાગરિતો હતાં.

હાલ આ મહિલાએ ઇમ્તિયાઝ અને તેના બે સાગરિતો સામે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ચોથા આરોપીનું નામ સામે આવ્યું નથી.

‘મારે તારી સાથે સુવું છે’

આ મામલે મળતી વિગત અનુસાર મોડી રાતે રિદ્ધી સિદ્ધી સોસાયટીમાં રહેતી 28 વર્ષની પરિણીતાના ઘરમાં ઇમ્તિયાઝ ઉર્ફ લાલો ભીખાભાઇ રાઉમા તેના ત્રણ સાગરીતો સાથે ઘુસી ગયો હતો. ‘મારે તારી સાથે સુવું છે’ તેમ કહીને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

ધમકી આપતો હોવાથી ગભરાઇને પતિને જાણ ન કરી

ભોગ બનનાર મહિલાએ આ અંગે જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો તેની પાછળ પડ્યો હતો. પોતે ઘરમાંથી કોઇ બહાર જાય તો પણ હેરાન કરે છે. સતત ધમકી આપતો હતો તેથી ગભરાઇને પતિને પણ જાણ કરી નહોતી.

કુર્તી ફાડી કર્યા અડપલાં

બુધવારની રાતે પતિ બહાર ગયો હોવાથી મહિલા ઘરમાં એકલી જ હતી. જેથી રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ ઇમ્તિયાઝ અને તેના સાગરીતો ઘરમાં ઘુસી ગયા હતાં. ઇમ્તિયાઝે ‘મારે તારી સાથે સુવુ છે’ તેમ કહી કુર્તી ફાડી અડપલાં કર્યા હતાં. તેમજ શહેઝાદે લાફા માર્યા હતાં અને ઇમ્તિયાઝે બોથડ પદાર્થથી ડાબા ખંભે ઇજા પહોંચાડી હતી. આ મામલે હાલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.