BMW અને બાઈક સાથે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું મોત, જાણો કયાની છે ઘટના

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ જીલ્લામાં મંગળવારનાં રોજ મોડી રાતનાં સમયે 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ નજીક BMW…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રાજકોટ જીલ્લામાં મંગળવારનાં રોજ મોડી રાતનાં સમયે 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ નજીક BMW કાર તેમજ બાઇકની વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું બનાવ સ્થળે મૃત્યુ થયું હતું.

થોરાળા પોલીસ દ્વારા બનાવ સ્થળ પર પહોંચીને  તપાસ ચાલુ કરવામાં આવી છે. આ અકસ્માતમાં કાર ચાલક તેમજ બાઇક ચાલક કોણ હતા તે વિશે હજુ સુધી પોલીસ તપાસ કરે છે. આ વિશે મળેલ માહિતી મુજબ, રાજકોટ જીલ્લામાં મોડી રાતનાં સમયે એક કાર તેમજ બાઇક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું બનાવ સ્થળે મૃત્યુ થયું છે.

આ અકસ્માત પછી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા. આ અકસ્માત 80 ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસે થયો હતો. હજુ અમુક દિવસો અગાઉ સુરત શહેરનાં ભટાર ચાર રસ્તા નજીક મર્સિડીઝ કારનાં ચાલક દ્વારા હિટ એન્ડ રનની બનાવને અંજામ આપવામાં આવ્યો હતો. આ ગાડી ચાલક દ્વારા કુલ 5 વ્યક્તિને અડફટે લેવામાં આવ્યા હતા.

તેમાં સાયકલ સવારનું બનવા સ્થળે જ મૃત્યુ થયું હતું, જયારે મોપેડ, કાર તેમજ રિક્ષાવાળાને ગંભીર ઈજા થતા સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મર્સિડીઝ મૂકી ફરાર થયો ચાલક દારૂનાં નશામાં હોવાની જાણ થઇ છે. કારનો ચાલક એનાં શેઠને એરપોર્ટ લેવા માટે નીકળ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનાં બનાવની જાણકારી મળતા ખટોદરા પોલીસ બનાવસ્થળે પહોંચી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *