મજબુર માતાનું પોલીસ સામે રુદન- ‘મારી દીકરી સાથે સતત બે મહિના સુધી વારંવાર આચરવામાં આવ્યું દુષ્કર્મ’

આજકાલ સમગ્ર વિશ્વમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મહિલાઓ સુરક્ષિત હોય. એવી અને ઘટનાઓ સામે આવે છે જેમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાની બાળકીઓનો…

આજકાલ સમગ્ર વિશ્વમાં એક પણ જગ્યા એવી નથી કે જ્યાં મહિલાઓ સુરક્ષિત હોય. એવી અને ઘટનાઓ સામે આવે છે જેમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાની બાળકીઓનો પણ દેહવ્યાપાર અથવા બળાત્કાર કરવામાં આવે છે. આ દરમિયાન રાજકોટ શહેરના મહિલા પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હોટલ પાર્ક ઈન ખાતે દરોડો પાડી સેક્સ રેકેટ ચલાવતી મહિલા સહિત હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

જ્યારે ભોગ બનનાર બંગાળી મહિલાને તેમજ એક સગીરાને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. સમગ્ર બાબતે પોલીસ દ્વારા સમાજ સુરક્ષા વિભાગને સાથે રાખી સગીરાનું રેસક્યું કરવામાં આવ્યું હતું. છેલ્લા બે મહિનાથી સગીરા હોટલમાં છે તે પ્રકારની બાતમી મુંબઈ સ્થિત NGO દ્વારા પ્રથમ સમાજ સુરક્ષા વિભાગ અને ત્યારબાદ મહિલા પોલીસને આપવામાં આવી હતી. આ અંગે પોલીસને કાર્યવાહી કરવાની પણ ફરજ પડી હતી. આ મામલે પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરેલી સગીરાની માતાએ જણાવવામાં આવ્યું હતું કે, તેની દીકરી સાથે છેલ્લા બે મહિનાથી અનેકવાર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

પોલીસ દ્વારા હોટલમાં રેડ કરવામાં આવતા હોટલમાં કુટણખાનું ચાલતું હોવાનું ખુલ્યું હતું. જે બાબત પર મહિલા પોલીસ દ્વારા હોટલના મેનેજર તેમજ કુટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા હોટલમાં રેડ દરમિયાન ઝડપાયેલ દારૂની બોટલ મામલે સ્થાનિક વર્તમાન પત્રના પત્રકાર અને હોટલના માલિક વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી.

આ દરમિયાન સમગ્ર મામલે રેસ્કયું કરવામાં આવેલી તરુણી સાથે અલીગઢના શખ્સ દ્વારા હોટલમાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની તરુણની માતાએ ફરિયાદ કરી છે. જેના કારણે રાજકોટ પોલીસ દ્વારા અલીગઢના શખ્સ સંતોષ કુશવાહા વિરુધ્ધ અપહરણ, દુષ્કર્મ, પૉકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જે પ્રમાણે સમાજ સુરક્ષા વિભાગ એનજીઓ અને પોલીસ દ્વારા જે રેડ પાડવામાં આવી હતી. તે રેડ દરમિયાન હોટલમાંથી બે મહિનાથી રહેતી તરૂણી મળી આવી હતી. તેમજ કુટણખાનું પણ મળી આવ્યું હતું. જેના કારણે અગાઉથી જ હોટલ પાર્ક ઇન વિવાદમાં સપડાઈ છે.

તરૂણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તેમાં ક્યાંક ને ક્યાંક મદદગારી હોટેલના સંચાલક તેમજ સ્ટાફની પણ આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે, સગીરા છેલ્લા બે મહિનાથી હોટલમાં રહેતી હતી. તો આખરે બે મહિના સુધી કેમ હોટલના માલિક કે મેનેજર તેમજ અન્ય સ્ટાફ દ્વારા પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *