માતાની એક નાની ભૂલના કારણે 5 મહિનાના બાળકને ગુમાવ્યો પડ્યો જીવ. જાણો વિગતે

તમને જાણી ને નવાઈ લાગશે હે માતાની ભૂલના કારણે નાના બાળકનું મૃત્આયુ થયું ? સામાન્ય રીતે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. પણ આ દૂધ…

તમને જાણી ને નવાઈ લાગશે હે માતાની ભૂલના કારણે નાના બાળકનું મૃત્આયુ થયું ? સામાન્ય રીતે માતાનું દૂધ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. પણ આ દૂધ જેર બની જશે તેવી કોને ખબર હતી. આવી એક ઘટના રાજકોટ શહેરમાં એક દંપતિના ઘરે બની ગય છે. રાજકોટમાં એક પરિવારના ઘરમાં એક બાળકનો જન્મ થાય છે. આ બાળક હસતું-કૂદતું 5 મહિના નું થાય છે. અને આખો પરિવાર આ બાળક માટે ખુબ જ ખુસ છે. કહેવાય છે કે કોઇ પણ દંપતિ હોય તેમને ખોળાનો ખૂંદનાર મળી જાય ત્યારે તેમની ખુશીનો બેવડાઇ જાય છે, પરંતુ તે જ ખોળાનો ખૂંદનારના કારણે આવેલી ખુશીઓ એકાએક ચાલી જાય ત્યારે કેવી સ્થિતિ હોય તે તો બાળકની માતા-પિતા જ જાણી શકે છે.

રાજકોટમાં એક દંપતિના ઘરે એક બાળકનો જન્મ થયો હતો. આ બાળકનું નામ પ્રિન્સ હતું. હસતું રમતું બાળક ધીરે ધીરે મોટું થઇ રહ્યું હતું. અને જોત જોતામાં 5 મહિના વીતી જાય છે. પરંતુ એક રાત્રિ પ્રિન્સ માટે મોતની રાત્રિ બનીને આવી હતી. બીજા દિવસે સવારે માતાએ જોયું તો પ્રિન્સ હલનચલન કરતો નહોતો, જેના કારણે તેઓ ગભરાઇ જઇને પ્રિન્સને માતા-પિતા એક ખાનગી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, ત્યારબાદ કોઇ કારણસર ત્યાંના ડોક્ટરોએ તેમને સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા બાદ ફરજ પર રહેલા ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યું હતું. ડોક્ટરોએ 5 મહિનાના પ્રિન્સને મૃત જાહેર કરતા માતા-પિતાના માથે આભ ફાટી નીકળ્યું હતું. તેમના મનમાં અનેક સવાલો હતો. તેમનો દિકરો નહોતો બિમાર કે આપી નહોતી કોઇ રસી તો તેનું અકાળે મોત કેવી રીતે થયું.

માતાની આંખે આંસુ સૂકાતા નહોતા. ત્યારબાદ પ્રિન્સનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ કંઇક અલગ કહાની જણાવતો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં પ્રિન્સનું મોત માતાના દૂધના કારણે થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોતાના પુત્રના મૃત્યુનું કારણ પોતાનું જ દૂધ છે તે હકીકતથી માતાને બેખબર રખાઈ હોવા છતાં માતા આઘાતમાંથી હજુ બહાર આવી નથી.

આ ઘટનામાં મનપાના અધિકારીએ જણાવ્યું હતું કે, રાત્રે બાળકની માતા બાળકને સ્તનપાન કરાવી રહી હતી. તે સમયે બાળક અને માતા ભર ઉંઘમાં હતા, ત્યારે માતા ઊંઘમાં જ પુત્ર પર પડખું ફરી ગઇ હતી. આ સમયે સ્તનપાન ચાલુ જ હતું જેથી દૂધ બાળકના મોંમાં આવતું જ રહ્યું. બાળક દબાઇ જતાં શ્વાસ લેવા ગયું ત્યાં આ દૂધ શ્વાસનળીમાં જતું રહ્યું અને તે ફેફસાંમાં ભરાઈ જતા બાળકનું હૃદય અને ફેફસાં બંને બંધ પડી જતા ઊંઘમાં જ તેનો જીવ જતો રહ્યો હતો.

પ્રિન્સના મોતના સમાચારના કારણે માતા હજુ આઘાતમાં છે હજુ તેને મોતનું કારણ ખબર નથી જ્યારે તેને જાણ થશે કે તેના વહાલસોયા પુત્રનાં મોતનું કારણ તેનું દૂધ છે તો કેવો વજ્રઘાત માતા પર થશે તેનો અંદાજ કાઢવો પણ શક્ય નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *