રાજકોટ પોલીસના રાજમાં બુટલેગર રાજ: કોળી પરિવારએ આપવી પડી આત્મહત્યાની ચીમકી- જુઓ વિડિયો

સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ પોતાની આપવીતી જણાવી રહ્યા છે. તેઓ મહિલા બુટલેગરના ત્રાસથી થાકી ગયા છે , અને તેઓએ પોતાના આખા પરિવાર સહિત આત્મહત્યાની ધમકી આપી છે. તેઓ જણાવે છે કે એક મહિલા બૂટલેગર રોજ તેમના ઘરના ડેલા સામે આવી દારૂનું વેચાણ કરે છે, દારૂની ખાલી કોથળીઓ તેમના ઘર પાસે ફેંકે છે.

મહિલા ખરાબ ગાળો બોલી તેમને ઘર ખાલી કરવા માટે ધમકાવી રહ્યું છે. વિડીયોમાં બોલી રહેલા વ્યક્તિએ રાજકોટ પોલીસ કમિશ્નર પર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. આ બાબતે તેમણે તેમના નજીકના પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે પરંતુ ત્યાંથી કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા તેમણે રાજકોટ શહેર પોલીસ કમિશનરને પણ અરજી આપી હતી. પરંતુ ત્યાંથી પણ તેમને અરજી લઈ રવાના કરી દેવાયા હતા.

વીડિયોમાં વધુમાં તેઓ જણાવે છે કે જો તેમનો પરિવાર આત્મહત્યા કરશે તો તેની પાછળ જવાબદાર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ રાજકોટ પોલીસ કમિશનર અને તે મહિલા બુટલેગર રહેશે. સાથે સાથે તેઓ તમામ કોળી સમાજના સભ્યોને તેમની મદદ કરવા માટે કહી રહ્યા છે અને આ વીડિયોને વધુમાં વધુ શેર કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Advertisements
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...