રાજકોટ પાકિસ્તાનમાં ક્યારે ચાલ્યું ગયું? તિરંગો લહેરાવતા યુવકની પોલીસે કરી ધરપકડ- જન ગણ મન ગાતા અટકાવ્યા

આજે સમગ્ર દેશમાં ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર પર્વ ઊજવી રહાયો છે. સમગ્ર દેશ આજે 74 મો સ્વાતંત્ર પર્વ ઊજવી રહ્યો છે. એવામાં રાજકોટ થી એક…

આજે સમગ્ર દેશમાં ૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર પર્વ ઊજવી રહાયો છે. સમગ્ર દેશ આજે 74 મો સ્વાતંત્ર પર્વ ઊજવી રહ્યો છે. એવામાં રાજકોટ થી એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આમ આદમી પાર્ટીના સભ્યો ચોકના સર્કલ પર તિરંગો ફરકાવી રહ્યા છે. અને રાષ્ટ્રગાન પણ ગાઈ રહ્યા છે. તો આ સભ્યોની પોલીસે ચાલુ રાષ્ટ્ર ગીતે ધરપકડ કરીને હીન કૃત્ય કરીને દેશદ્રોહી કાર્ય કર્યું છે.

જયારે આ યુવક ધ્વજ લહેરાવીને જન ગણ મન ગઈ રહ્યો ત્યો ત્યારે જ પોલીસ જે વ્યક્તિએ હાથમાં રાષ્ટ્રધ્વજ પકડેલો છે તેની ધરપકડ કરે છે. પોલીસ શરૂ રાષ્ટ્રગાન એ આ યુવકની ધરપકડ કરી રહી છે. જોકે રાષ્ટ્રગાન નો નિયમ છે કે દરેક જણે સાવધાન થઇ પોતાની જગ્યાએ જ ઊભું રહેવાનું હોય.

આ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ રહયું છે કે જે લોકોને કાયદાની રક્ષા કરવાની હોય તે લોકો જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે. તેમાં પોલીસ ચાલુ રાષ્ટ્રગાન એ જ રોજ પકડેલા યુવકને નીચે ઉતારવા નો પ્રયત્ન કરી રહી છે અને કાયદો તોડી રહી છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા ની સાથે જ રાજકોટ પોલીસ પ્રત્યે ફિટકાર વરસી રહ્યો છે અને આ કૃત્ય કરનાર પોલીસ કર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આજે ભારતનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવી રહ્યો છે એવામાં શું સ્વતંત્ર ભારતમાં આવી રીતે દેશનો પર્વ ઊજવવો શું ગુનો છે?  હવે જોવું એ રહ્યું કે શું પોલીસ જવાન વિરુધ કોઈ કાર્યવાહી થાય છે કે કેમ? પોલીસ દલીલ કરી રહી છે કે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવ પરમીશન નથી લીધી. ત્યારે સવાલ એ થાય કે રાજકોટ પોલીસ પાકિસ્તાન માટે કામ કરી રહી છે કે શું? આઝાદ ભારતમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા ક્યારથી પરમીશન લેવાનો નિયમ બન્યો? રાષ્ટ્ર ગીત ગાવામાં ક્યારથી પરમીશન માંગવી જરૂરી બની?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *