રાજકોટના પોલીસ કમિશ્નરે પોતાની સૂઝબૂઝના કારણે કર્યું એવું કામ કે…આખા દેશમાં ગુજરાત નંબર વન

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન બનાવવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપોમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર…

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સુરક્ષા કવચ એપ્લીકેશન બનાવવામાં આવી છે. દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપોમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને આ એપ્લિકેશન માટે પોલીસ એક્સીલેન્સી 2019 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

સીએમઓ દ્વારા પણ એક ટ્વીટ કરીને રાજકોટ પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો સાથે જ રાજકોટ પોલીસ દ્વારા ગત તારીખ 20 જુલાઈના રોજ આ એવોર્ડ સીએમ વિજયભાઈ રૂપાણીને અર્પણ કરવામા આવ્યો હતો.

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ “રાજકોટ સુરક્ષા કવચ” એપ્લિકેશન બનાવવામાં આવેલ છે. આ એપ્લિકેશન દ્વારા ગુનેગારોને શોધવામાં તેમજ ગુન્હાખોરીને અંકુશ રાખવામાં શહેર પોલીસને ખુબ જ મદદ મળેલ છે. લોકસભા ચૂંટણી સમયે આ એપ્લિકેશન આશીર્વાદરૂપ બની હતી.

તાજેતરમાં 19 જુલાઈના રોજ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તૈયાર કરાયેલ આ રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને “આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સપો દ્વારા ટેકનોલોજી કેટેગરીનો” પોલીસ એક્સીલેન્સી એવોર્ડ 2019″ રાજકોટ શહેર પોલીસને આપવામાં આવ્યો છે.

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દેશભરમાં પોતાની સૂઝબૂઝથી તૈયાર કરેલ આ એપ્લિકેશનનો એવોર્ડ મેળવી રાજકોટનું ગૌરવ વધારી દેશભરમાં રાજકોટનું નામ ગુંજતું કર્યું છે. સમગ્ર ભારત અને ભારત બહારથી પણ ઘણી ઇન્વેસ્ટિગેશન સંસ્થાઓના નામ નોમિનેટ થયા હતા તેમાં રાજકોટ પોલીસ કમિશ્નરે એવોર્ડ મેળવી રાજકોટ પોલીસનું ગૌરવ દેશ લેવલે વધાર્યું હતું.

એપ્લીકેશન કેવી રીતે કરે છે કામ??

આ એપ્લીકેશન દ્વારા શહેરના હિસ્ટ્રીશીટર, એમસીઆર, ટપોરી, બુટલેગર્સ , પરવાના વાળા હથિયાર કોની પાસે છે, સહિતની તમામ માહિતી દરેક પોલીસના મોબાઇલમાં એપ્લીકેશનના સ્વરૂપમાં રહે છે. આ એપ્લીકેશન દ્વારા ગુનાખોરીને અંકુશમાં લાવવા અને આવા ગુનેગારોને કંટ્રોલમાં રાખવામાં પોલીસને ઘણી મદદ મળે છે. તેમજ આ એપ્લીકેશનનો ઉપયોગ કરીને મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.

શહેરના માથાભારે શખ્સો કે જે શરીર સંબંધી ગુનાઓ કરે છે તેઓને આ એપ્લીકેશન દ્વારા અવારનવાર ચેક કરતા શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે. જેમાં ક્યાં પોલીસ કર્મી દ્બારા ક્યાં ગુનેગારને ક્તયાં સમયે પાસવામાં આવ્યા તેની પણ માહિતી મળી રહે છે. એટલું જ નહી આ એપ્લીકેશન મદદથી ગુનાખોરીનાં આંકડામાં 25 ટકા સુધીનો ઘટાડો થતો જોવા મળ્યો છે..

રાજકોટ પોલીસને મળેલ આ સિદ્ધિની ચર્ચા આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં આ એપ્લિકેશનનો ઉપયોગ તમામ શહેરના પોલીસ કમિશ્નર અને અધિકારીઓ કરે તે માટે રાજ્યના પોલીસ વડા પણ આયોજન કરી રહ્યા છે. જો આગામી દિવસોમાં તમામ શહેરોમાં આ પ્રકારે એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવે તો રાજ્યમાં થતી ગુનાખોરી પર અંકુશ લાવી શકાય તે આવશ્કય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *