સારવારના નામે લાખો રૂપિયા ખંખેરી પ્રાઇવેટ હોસ્પીટલે આ પટેલભાઈ સાથે જે ક્રુરતા આચરી, જાણી આત્મા કંપી ઉઠશે

Published on: 3:24 pm, Wed, 7 April 21

કોરોના મહામારી વચ્ચે હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેમાં ક્રુરતાની તમામ હદો પાર થતી જોવા મળી રહી છે. સામે આવી રહેલ ઘટના પ્રમાણે, રાજકોટમાં માનવતા મરી પરવારી હોય એવું લાગી રહ્યું છે. અમરેલીનાં એક ખેડૂતને કોરોના પોઝીટિવ રિપોર્ટ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

જો કે, અહીં એમનું સારવાર દરમિયાન મોત થતા હોસ્પિટલ દ્વારા 1.10 લાખ રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતા તેમજ ત્યારબાદ ફાટેલી PPE કીટમાં મૃતદેહને બંધ કરીને લોહીથી નિતરતો મૃતદેહ સ્મશાનમાં મોકલ્યો હોવાની અમાનવીય ઘટના સામે આવી રહી છે.

મૃતદેહના નાક-કાનમાંથી લોહી સતત વહેતુ રહ્યું: 
અમરેલી પાસે આવેલ ચાંપાથળ ગામના મૃતક ખેડૂત રસિકભાઇ વધાસિયાનાં દીકરા મુકેશભાઈ જણાવે છે કે, સારવાર અર્થે હોસ્પિટલમાંથી અમારી પાસેથી 1.11 લાખની ફી લેવામાં આવી હતી. મારા પિતાના મોતની સવારે 9.30 વાગે જાણ કરવામાં આવી હતી. ત્યારપછી બપોરે મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો.

ahmedabad civil hospital or cemetery horrific scenes 20 more corona patients - Trishul News Gujarati Breaking News

જેમાં તેમના કાન તેમજ નાકમાંથી સતત લોહી વહી રહ્યું હતું. ભારે હોબાળો થતા છેવટે પોલીસ બોલાવી લેવામાં આવી હતી. આની સાથે જ સ્વજનો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. જો કે, ત્યારબાદ પોલીસ તથા તબીબોની સમજાવટ બાદ મૃતદેહના અંતિમસંસ્કાર કરાયા હતા.

નળી કાઢ્યા પછી પણ લોહી નીકળતું હતું: 
આ અંગે ભક્તિનગર પોલીસ મથકના PI જે. ડી. ઝાલા જણાવે છે કે, મૃતકને નાકમાં ઓક્સિજન નળી મૂકવામાં આવી હોવાથી લોહી પાતળું કરવા માટેની દવા આપવામાં આવતી હતી. જેમાં નળી બહાર કાઢ્યા પછી પણ નાકમાંથી સતત લોહી નીકળ્યાનું તારણ સામે આવી રહ્યું છે. સમજાવટ પછી પરિવારજનો દ્વારા છેવટે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

1.10 લાખ ખંખેર્યા – પરિજનોનો આક્ષેપ:
હોસ્પિટલવાળા જણાવે છે કે, ઓક્સિજનની નળી કાઢી એટલે લોહી નીકળે છે પણ મૃતદેહમાંથી લોહી કંઇ રીતે નીકળી શકે. આ વાત પરિવારજનોને ગળે ઊતરે એવી નથી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આગળની સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, 1.11 લાખ હોસ્પિટલને ચૂકવ્યા પણ હોસ્પિટલ તેમને બચાવી શકાયા ન હતાં.

1.10 લાખ ખંખેર્યા – પરિજનોનો આક્ષેપ:
હોસ્પિટલવાળા જણાવે છે કે, ઓક્સિજનની નળી કાઢી એટલે લોહી નીકળે છે પણ મૃતદેહમાંથી લોહી કંઇ રીતે નીકળી શકે. આ વાત પરિવારજનોને ગળે ઊતરે એવી નથી. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં આગળની સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જો કે, 1.11 લાખ હોસ્પિટલને ચૂકવ્યા પછી પણ હોસ્પિટલ તેમને બચાવી શકી નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.