ગુજરાતના આ શહેરમાં દારૂની રેલમ-છેલ: એવી રીતે દારૂ લવાઈ રહ્યો હતો કે, જોઇને પોલીસને પણ પરસેવો છૂટી ગયો

હાલ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. તો બીજી બાજુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયા બાકી છે. ચૂંટણીમાં…

હાલ રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે. તો બીજી બાજુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન તેમજ મતગણતરીની પ્રક્રિયા બાકી છે. ચૂંટણીમાં લોભ પ્રલોભન અર્થે દારૂની રેલમછેલમ પણ કરવામાં આવતી હોય છે. આ દરમિયાન પોલીસ દ્વારા ચાર જુદી જુદી જગ્યાએ દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા ખોડિયાર પરા શેરી નંબર 15માં આરોપી સલીમ ભાઈ દોઢિયાનું મકાન આવેલું છે. જે મકાનમાં તેણે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યા હોવાની જાણ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. તે અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીના મકાને પહોંચી હતી. ત્યારબાદ આરોપીના મકાનની ઝડતી દરમિયાન તપાસ કરતા મકાનમાંથી 62 જેટલી દારૂની બોટલ મળી આવી હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 69 હજાર કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

આ ઉપરાંત હાઇવે પર 7,72,800 રૂપિયાની કિંમતનો 2040 બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. ત્યારે એસઓજી પીઆઇ રોહિત રાવલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પીએસઆઇ અસલમ અન્સારી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ત્યાં એક દારૂ ભરેલો ટ્રક પડ્યો છે. જે બાબતે એસઓજીની ટીમે 4322 નંબરનું ટોરસ ઝડપી પાડી તેની તપાસ કરતા ટ્રકમાં એક મોટું બોક્સ બનાવેલું નજરે પડયું હતું. જે બોક્સ તોડી ને ચેક કરતા અંદરથી જુદી-જુદી બ્રાન્ડનો દારૂ મળી આવ્યો હતો.

પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે ચાવડાએ જણાવ્યું હતું કે, પીએસઆઇ એમ ઝાલા અને તેમની ટીમને જાણ થઇ હતી કે, પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોઠડા ગામ બજરંગ ઇન્ડસ્ટ્રીયલ એરીયાથી પડવલા ગામ તરફ જવાના રસ્તે ખુલ્લી જગ્યામાં આરોપી અશ્વિન ગોહિલે છુપાવી રાખી છે. ત્યારે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા ઘટનાસ્થળેથી આરોપી જુદા જુદા બ્રાન્ડની 59 દારૂની બોટલ સાથે ઝડપાયો હતો જતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત પોલીસે નંદનવન સોસાયટીમાં રહેતા વિશાલવન ગોસ્વામીને દારૂ ભરેલી એક બોટલ સાથે ઝડપી લેતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને સાથે જ ગુનાના કામે વપરાયેલું તેનું બાઈક પણ જપ્ત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *