કોરોના સંક્રમિત મહિલાનાં મૃતદેહ પાસેથી મોંઘાદાટ ફોનની ચોરી- સીસીટીવી ફૂટેજમાં ખુલી પોલ

રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હૉસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ડી.જી  નાકરાણીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર દર્દીનું…

રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાર્યરત સમરસ કોવિડ હૉસ્પિટલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા ડી.જી  નાકરાણીએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર દર્દીનું મૃત્યુ થયા બાદ તેને ચેક કરવાનું કામ અટેન્ડન્ટ કરતા હોય છે. હાલ ત્યાં 150 લોકોનો સ્ટાફ કાર્યરત છે. જે તમામનું સુપરવાઇઝર સિંગ ગોવિંદસિંહ નામની વ્યક્તિ કરે છે.

આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ પરથી વસ્તુઓની ચોરી થતી હોવાની મૃતકોનાં સગાઓની ફરિયાદ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા સમરસ હોસ્ટેલમાં ચાલતી કોવિડ હૉસ્પિટલમાં મૃતદેહ પરથી દાગીના, મોબાઈલ અને રોકડની ચોરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા.

જાણવા મળ્યું છે કે, રાજકોટ શહેરની હોસ્ટેલની અંદર કાર્યરત કોવિડ હૉસ્પિટલમાં તાજેતરમાં કોરોના સંક્રમિત દર્દીનાં મૃત્યુ બાદ તેમના દેહ પરથી દાગીના, રોકડ અને મોબાઇલ સહિતની ચોરી કરનારા ત્રણ જેટલા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હવે રાજકોટ શહેરની સિવિલ હૉસ્પિટલમાં પણ મૃતદેહ પાસે રહેલા મોબાઈલની ચોરી કરનાર સિવિલ હૉસ્પિટલના અટેન્ડન્ટની પ્રદ્યુમનનગર પોલીસ દ્વાર ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા તેની પાસે રહેલો મોંઘાદાટ iPhone 11 કબજે કરવામાં આવ્યો છે.

આ અંગે પોલીસ દ્વારા મહિલા જે વોર્ડમાં દાખલ હતી ત્યાં ફરજ પર હાજર રહેલા સ્ટાફની પૂછપરછ કરી હતી. સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. આ સમયે અભિલાષભાઈ મનોજભાઈ ચાવડા નામના અટેન્ડન્ટની પૂછપરછ કરતાં તે શંકાસ્પદ જણાયો હતો. આ દરમિયાન તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરતા તેણે જ ફોનની ચોરી કર્યાની કબૂલાત આપી છે.

આ મામલે પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પહેલા પણ તેને કોઈ કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ થયા બાદ તેની પાસે રહેલા દાગીના, રોકડ કે મોબાઈલ ફોનની ચોરી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *