રાજકોટમાં યુવતીને ફસાવી, સેંથો પૂરી લગ્નનું નાટક, ફોટા વાઇરલ કરવાનું કહી દુષ્કર્મ આચર્યું

મૂળ બાબરાના ઘુઘરાળાના વતની અને હાલ રાજકોટ ભીચરીમાં એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી ત્યાંની હોસ્ટેલમાં રહેતાં વિવેક પ્રભાતભાઇ મકવાણાએ રાજકોટની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.…

મૂળ બાબરાના ઘુઘરાળાના વતની અને હાલ રાજકોટ ભીચરીમાં એચ.એન. શુક્લા કોલેજમાં અભ્યાસ કરી ત્યાંની હોસ્ટેલમાં રહેતાં વિવેક પ્રભાતભાઇ મકવાણાએ રાજકોટની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી અનુસુચિત જ્ઞાતિની હોવા છતાં જામનગર રોડ પર આવેલી એક હોટેલમાં લઇ જઇ મંગલસુત્ર પહેરાવી, સેંથામાં સિંદુર પૂરી તેમજ અભદ્ર હાલતમાં ફોટાઓ પાડી લગ્નનું નાટક કર્યું હતું. બાદમાં આ ફોટાઓ વાઇલ કરી દેવાની ધમકી દઇ બ્લેકમેઇલ કરી રાજકોટ-ચોટીલાની જુદી-જુદી હોટેલમાં તેણીને લઇ જઇ મરજી વિરૂધ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા.

પ્રતીકાત્મક તસવીરો છે,ઘટના સાથે કોઈ સબંધ નથી.

વિવેકના પિતાએ ફોટા વાઇરલ કરી દીધા હતા

વિવેકના પિતા પ્રભાતભાઇ મકવાણાએ તું અમારી જ્ઞાતિની નથી, તારી સાથે કાયદેસર રીતે લગ્ન નહીં થાય તેમ કહી અપમાનીત કરતાં અને યુવતીના ફોટા વાઇરલ કરી દેતાં આ મામલે ગાંધીગ્રામ પોલીસે એટ્રોસિટી એક્ટ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

એસસીએસટી સેલના એસીપીની રાહબરી હેઠળ તપાસ થઇ રહી છે. યુવતીએ જામનગર રોડની હોટેલમાં પોતાના સેંથામાં સિંદુર પૂરી લગ્ન થઇ ગયાનું કહેનાર વિવેકને પોતાના માતા-પિતાની અને સમાજની હાજરીમાં લગ્ન કરવા પડશે તેવી વાત કરી હતી. પરંતુ વિવેકે જે તે વખતે પાડેલા ફોટા વાઇરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કર્યાનો પણ ફરિયાદમાં આરોપ મુકાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *