રાજનાથસિંહએ કરી એવી ભૂલ કે મોદી ની કિસાન યોજનાની ખુલી ગઈ પોલ: જુઓ Video

Published on Trishul News at 5:01 AM, Thu, 11 April 2019

Last modified on April 11th, 2019 at 5:01 AM

આજે લોકસભા ચૂંટણી 2019 શરૂ થઈ ગઈ છે. પહેલા તબક્કા માટે મતદાન થઈ રહ્યુ છે. દેશના તમામ પક્ષણ સ્ટાર પ્રચારકોનો દેશભરમાં પ્રચાર પણ ચાલુ છે. રેલીઓ દરમિયાન ઘણી એવી ઘટના બને છે જે નેતાઓ માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. કંઈક આવું જ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે થયું. જ્યારે તે બિહારમાં રેલી કરી રહ્યા હતા. અહીં રેલીમાં રાજનાથે લોકોએ પૂછ્યું કે શું તમને કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો મળ્યો છે? તો ખેડૂતોએ જવાબ આપ્યો કે ‘નથી મળ્યા’.

રાજનાથ સિંહ બુધવારે બિહારની પૂર્ણિયા સીટ પર એનડીએ માટે આયોજીત રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ભા।ણ વખતે રાજનાથે લોકોને પુછ્યું કે શું તમને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 2000 રૂપિયા મળ્યા, તો ખેડૂતોએ જવાબ આપ્યો કે ‘ના’.

ત્યાંર બાદ રાજનાથે ના કહેવા વાળા લોકોને હાથ નીચા કરવા કહ્યું અને પુછ્યું કે જેમને પૈસા મળ્યા હોય તે પાતાનો હાથ ઉચો કરે પરંતુ ત્યાં કોઈએ હાથ ઉચો ન કરતા રાજનાથને આશ્ચર્ય થયું. મંચ પર બેઠેલા લોકોને તેમણે પુછ્યું કે શું સાચે તેમને નથી મળ્યું?

મંચ પર થોડી વાત કર્યા બાદ રાજનાથે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપ્યું કે અમે લોકો દેશમાં ખેડૂતોને 6000 વાર્ષિક ખેડૂતોને મદદ કરી રહ્યા છીએ. તેમાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો આપવામાં આવી રહ્યો છે. જેને નથી મળ્યો તે ખેડૂતોને ટૂંક સમયમાં મળી જશે.

Be the first to comment on "રાજનાથસિંહએ કરી એવી ભૂલ કે મોદી ની કિસાન યોજનાની ખુલી ગઈ પોલ: જુઓ Video"

Leave a comment

Your email address will not be published.


*