ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળી જાનથી મારી નાખવાની ધમકી, શખ્સે વોટ્સએપમાં મેસેજ કરતા કહ્યું…

Published on Trishul News at 2:52 PM, Sat, 22 May 2021

Last modified on May 22nd, 2021 at 2:52 PM

ભારતીય ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા ગણાતા રાકેશ ટિકૈતને કોઈ અજાણ્યા શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને રાકેશ ટિકૈત પાસેથી ખંડણીની પણ માંગ કરવામાં આવી છે. ખેડૂત યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતના કહેવા અનુસાર તેમણે વોટ્સએપ પર અપશબ્દો અને અશ્લીલ વિડીઓ પણ મોકલી રહ્યો છે અને જો ખંડણી નહિ આપવામાં આવે તો ધમકી આપતા કહ્યું છે કે તેઓનો વિડીઓ પણ વાયરલ કરવામાં આવશે.

ગાઝિયાબાદ કિસાન સંઘના જિલ્લા પ્રભારી જય કુમાર મલિકે આ સમગ્ર મુદ્દે કૌશાંબી થાણામાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ સમગ્ર મામલે પોતાની તપાસ તેજ કરી છે. નોંધવામાં આવેલ ફરિયાદમાં રાકેશ ટિકૈતના ફોન પર જુદા જુદા નંબરથી ધમકી ભર્યા ફોન અને ખંડણીની માંગ કરવાનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

રાકેશ ટિકૈતને વ્હોટ્સએપ પર અપશબ્દો અને અશ્લીલ વીડિયો પણ મોકલવામાં આવી રહ્યા છે. ફરિયાદમાં આ વીડિયો ફોટો સાથે છેડછાડ કરીને બનવવામાં આવ્યા હોય તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ઘણી વખત આ પ્રકારના કોલ અને મેસેજ ન કરવા કહ્યું છતાં પણ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા સતત કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. સાથે અજાણ્યો શખ્સ ૧૧૦૦૦ રૂપિયાની માંગણી પણ કરી રહ્યો છે અને સાથે કહેવામાં આવ્યું છે કે જો ખંડણી નહી આપવામાં આવે તો વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલા અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી છે.

સમગ્ર મામલે હાલમાં ફરિયાદ નોંધી લેવામાં આવી છે. સાથે સર્વેલન્સ દ્વારા નંબરો વડે આરોપીઓને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાકેશ ટિકૈતના કહ્યા અનુસાર જો પોલીસ ટૂંક જ સમયમાં આરોપીઓને નહીં પકડી પાડે તો તમામ નંબરોને સાર્વજનિક એટલે કે ફરતા કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈતને મળી જાનથી મારી નાખવાની ધમકી, શખ્સે વોટ્સએપમાં મેસેજ કરતા કહ્યું…"

Leave a comment

Your email address will not be published.


*