ટ્રાફિકનો જવાન રોડ પર શાકભાજી વેચતા ગરીબો પાસે ઉઘરાવતો હતો હપ્તો- જાણો કેટલી રકમ સાથે પકડાયો

આવારનવાર લોકોની ફરિયાદ હોય છે કે ટ્રાફિક નું કામ સંભાળવાને બદલે TRB જવાનો પૈસા ઉઘરાવતા હોય છે. લોકોની અણસમજ અને ઓછી જાગરુકતાને કારણે આવા ભ્રષ્ટાચારીઓ…

આવારનવાર લોકોની ફરિયાદ હોય છે કે ટ્રાફિક નું કામ સંભાળવાને બદલે TRB જવાનો પૈસા ઉઘરાવતા હોય છે. લોકોની અણસમજ અને ઓછી જાગરુકતાને કારણે આવા ભ્રષ્ટાચારીઓ સરકારના ડ્રેસનો ખોટો ઉપયોગ કરે છે. આવી ઘટનાઓ રોકવા ગુજરાત સરકાર દ્વારા એન્ટીકરપ્શન બ્યુરો રચવામાં આવ્યું છે જે લાંચિયા અધિકારીઓ કે ઇસમોને ઝડપીને જેલના સળીયા ગણાવે છે. આવી એક વધુ લાંચ લેવાની ઘટના સુરતમાં બહાર આવી છે.

એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે સુરત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આજે રાકેશ લાલબાબુ યાદવ ટી.આર.બી. જવાનને પકડવામાં આવ્યો છે. આ જવાને શાકભાજીનો છુટક વેચાણ કરવાનો ધંધો કરતા હોય અને આ કામના આરોપીએ માર્કેટમાં છુટક શાકભાજીનો ધંધો કરતા વેપારીઓ પાસેથી માસિક રૂ. ૧૦૦/- લેખે વ્યવહારની લાંચની માંગણી કરેલ અને જો તેઓની માંગણી મુજબનાં વ્યવહારનાં રૂપિયા નહિ આપે તો ખોટી રીતે હેરાન પરેશાન કરી કેસ કરવાનું અને અહીંયા નહી બેસવા દેવાનું જણાવતા હોય, તેમજ આ કામના આરોપીએ વ્યવહારના રૂ. ૧૦૦/- લેખે માર્કેટના અન્ય શાકભાજીના વેપારીઓના પૈસા ઉધરાવી કુલ રૂ. ૪૦૦૦/- ની માંગણી કરેલ.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, સુરત ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા, છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી લાંચની રકમની માંગણી કરી ૪,૦૦૦/- રુ. લાંચના સ્વીકારી અને એ સાથે જ ACB એ તને રંગેહાથ રકમ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ રકમ લેવા માટે સિંગણપોરના સિલ્વર સ્ટોન આર્કેડ એસ.બી.આઇ. બેંકની સામે કોઝવે રોડ નજીક આવેલ જ્યાં પહેલેથી હાજર acb ના અધિકારીઓએ તેને રંગે હાથે ઝડપી પાડેલ.

સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન પાછળ ટ્રેપીંગ અધિકારી તરીકે PI આર.કે.સોલંકી અને સુરત ગ્રામ્ય એ.સી.બી પો.સ્ટે. અને એ.સી.બી. સ્ટાફએ કામગીરી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *