રામાપીર નો ઈતિહાસ: તમે પણ વાંચો અને પરિવાર-મિત્રોને પણ મોકલો

Published on Trishul News at 8:29 PM, Wed, 3 June 2020

Last modified on June 3rd, 2020 at 8:29 PM

રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા, રણુજાના રાજા રામદેવપીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહીં રામદેવપીરની સમાધિ છે. રાજસ્થાન, સમગ્ર ભારત અને વિદેશોમાં પણ રામદેવપીરને કૃષ્ણ, રણછોડરાય, નકલંકજી કે કલ્કિ અવતાર માનનાર અનેક ભક્તો છે. આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ – ભક્તો તેમનાં મંદિરોમાં દર્શનાર્થે યાત્રાપ્રવાસ કરે છે. રામદેવપીરનું વ્રત-નોરતાં રાખે છે. નિજિયા ધર્મના સ્થાપક રામદેવપીર તેમના શૌર્ય, પરાક્રમ તથા પરચાઓથી ભક્તોના હૃદયમાં નિવાસ કરે છે.

બાબા શ્રી રામદેવજી મહારાજ, તંવર રાજપુત કૂળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે. પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા. ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે.

રામદેવપીરનો જન્મ આજથી આશરે ૬૦૦ વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવત ૧૪૦૯ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. તેમની માતાનું નામ મિનલ દેવી (મૈણાદે) અને પિતાનું નામ અજમલ રાય હતું. તેમના પિતા આ વિસ્તારના રાજા હતાં. કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે.

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ (કૃષ્ણ)ના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન ને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.

ઇતિહાસમાં તેના પુરાવાઓ છે કે મક્કાથી પાંચ મુસ્લીમ પીર બાબા રામદેવપીરની ખ્યાતિ સાંભળી તેમની પરિક્ષા કરવા આવ્યા હતા. તેમને રામદેવપીર બાબાના પરચાઓનો જાતે અનુભવ કર્યો અને બાબાને ‘રામશાહપીર’નુ નવુ નામ આપ્યુ. ત્યારથી મુસ્લીમ લોકો પણ બાબા રામદેવપીરને એજ માન અને આદરથી પ્રભુ પદે ગણે છે.

બાબા રામદેવપીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુવેગે ફેલી હતી. શ્રી રામદેવપીર બાબા દરેક માનવી પછી તે કાળો હોય કે ગોરો, ધનવાન હોય કે ગરીબ, ઉચ્ચ હોય કે નીમ્ન બધાને સમાન ગણતા અને તેમના અનુયાયીઓને પણ તેઓ એવો જ બોધ આપતા.

તેમના આ પૃથ્વી પરના નિયત કાર્યને અંતે બાબા શ્રી રામદેવપીર મહારાજે ૧૪૫૯માં સમાધી લીધી હતી. તે સમયે તેમની ઉમર ૪૨ વરસની હતી. બિકાનેરના મહારાજ ગંગા સિંઘે ૧૯૩૧માં તેમની સમાધીની ઉપર મંદિર બંધાવ્યુ હતું.

બાબાના ભક્તો રામદેવપીરને ચોખા, શ્રીફળ, ચુરમુ, ગુગળ ધુપ અને કપડાંના ઘોડા ચઢાવે છે. તેમની સમાધી રાજ્સ્થાનના રામદેવરા પાસે આવેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "રામાપીર નો ઈતિહાસ: તમે પણ વાંચો અને પરિવાર-મિત્રોને પણ મોકલો"

Leave a comment

Your email address will not be published.


*