ઈન્ટરનેટ પર ધૂમ મચાવનારી રાનૂ મંડલનો અચાનક કેમ થયો ધબડકો, હાલમાં કઈ સ્થિતિમાં છે?

Published on Trishul News at 1:15 PM, Mon, 21 October 2019

Last modified on August 6th, 2020 at 1:03 PM

પશ્વિમ બંગાળની રાનૂ જ્યારે માર્કેટમાં આવી ત્યારે ઈન્ટરનેટ પર માત્ર એક જ નામ ગુંજતુ હતું કે રાનૂ મંડલ. હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મમાં ગાવાનો મોકો આપ્યો અને એ છવાઈ ગઈ. આખો દેશ તેના સપોર્ટમાં ઉતરી આવ્યો અને એના સુરીલા અવાજના બે મોઢે વખાણ કર્યા હતાં. પરંતુ હાલમાં ઘણા સમયથી તેની કોઈ અપડેટ નથી અને સોશિયલ મીડિયામાં પણ હવે તેનું નામ ક્યાંય જોવા નથી મળતું.

પરંતુ લોકોને એ જાણીને નવાઈ લાગશે કે હાલમાં તે પહેલા કરતાં પણ વધુ કામ કરી રહી છે. તેનું એક ફેસબુક પેજ પણ બનાવવામાં આવ્યું હતું અને રોજ તેના પર કોઈને કોઈ નવી માહિતી આપવામાં આવી રહી છે. હાલમાં આ દિસવોમાં રાનૂની બાયોપિક પર કામ કરવામાં આવી રહ્યું છે. તેમજ તેણે હાલમાં તેનો પાસપોર્ટ પણ મેળવી લીધો છે કે જેના પર રાનૂ મંડલે ખુશી પણ વ્યક્ત કરી હતી.

એટલું જ નહીં એના પેજ પર 2 લાખ જેટલા ફોલોવર્સ થઈ ચૂક્યા છે. રાનૂ મંડલને આ મુકામ સુધી પહોંચાડનાર અતીન્દ્ર ચક્રવર્તી ફેસબુક પેજ પર લાઈવ થઈને આખી જાણકારી આપી રહ્યો છે. તેમજ તેનું એક નવું ગીત પણ આવશે એ પણ વાત કરી હતી.

મળતી માહિતી પ્રમાણે હાલમાં રાનૂ બે જગ્યાએ ભાગદોડ કરી રહી છે. બોલિવૂડના બીજા કેટલાક પણ સોન્ગ તેની પાસે છે એના પર કામ કરી રહી છે. એના માટે તેને મુંબઈ અવર-જવર કરવી પડે છે. પરંતુ તે હાલમાં પશ્વિમ બંગાળના પોતાના ઘરમાં જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ઈન્ટરનેટ પર ધૂમ મચાવનારી રાનૂ મંડલનો અચાનક કેમ થયો ધબડકો, હાલમાં કઈ સ્થિતિમાં છે?"

Leave a comment

Your email address will not be published.


*