નાનાભાઈની બીમારીનો લાભ લઇ મોટાભાઈએ તેની પત્ની પર દિવસો સુધી કર્યો બળાત્કાર, આવી રીતે વાત આવી બહાર

ઘટના વડોદરાના ડભોઈ રોડ પર આવેલી 40 વર્ષીય વિધવા મહિલા સાથે વિતેલી આપવીતી ની છે. 40 વર્ષીય વિધવા મહિલાએ વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં સગા જેઠ સામે જ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે મારા પતિનું કેન્સરની બીમારીને કારણે ગયા વર્ષે મે મહિનામાં અવસાન થયું હતું. મારે સંતાનમાં બે પુત્રીઓ છે મારા બે જે પૈકી સૌથી મોટા જેટલા લગ્ન થયા છે અને બીજાના લગ્ન થયા નથી. અમે સંયુક્ત કુટુંબમાં રહીએ છીએ અને સૌથી મોટા જેઠ અમારા ઘરનો વ્યવહાર સંભાળ્યો છે. જે બેકરી ના વ્યવસાય સાથે જોડાયેલા છે.

ફરિયાદી મહિલાએ પોતાની ફરિયાદમાં લખાવ્યું છે કે મારા પતિને કેન્સરની બીમારી હોવાથી વર્ષ 2014માં અલકાપુરી ની એક હોસ્પિટલમાં કિમોથેરાપી ની ટ્રીટમેન્ટ શરૂ હતી. જે દરમિયાન મારા જેઠ અમને હોસ્પિટલ મુકવા લેવા આવતા હતા. મારા જેઠ એ મને કહ્યું હતું કે, હું તારા પતિ અને પૂરા કુટુંબની જવાબદારી સંભાળું છુ. તારા પતિને કેન્સરની બીમારી છે. તે દુનિયામાં નહીં હોય તો પણ હું તને સંભાળી લઈશ. પણ હું કહું એ તારે કરવું પડશે. તું નહીં કરે તો તારા પતિની દવા કરવાનું બંધ કરી દઈશ.

વિધવા મહિલાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, મારા જેઠાણી એક દિવસ કરતી પાર્ટીમાં ગયા હતા. ત્યારે મારા પતિ દુકાને ગયા હતા અને હું રૂમમાં એકલી હતી. ત્યારે મોટા શેઠ મારા રૂમમાં આવ્યા અને હું તને બહુ પ્રેમ કરું છું. તેમ જણાવીને કપડા ઉતારી નાખ્યા હતા અને મેં ના પાડી છતાં મારા માટે મારી સાથે શરીરસુખ માણ્યું હતું અને ધમકી આપી હતી કે તું કોઈને વાત કરીશ તો તને ભઠ્ઠી માં નાખી દઈશ.

બીજી વખત મારા ફોઈ સાચું અવસાન થયું, ત્યારે મારા જેઠ ઘરે હાજર હતા અને જેઠાણી અવસાન ના બેસણા માં ગયા હતા. તે દિવસે પણ મારા જેઠે અને બાથરૂમમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ 22 5 2018 ના રોજ મારા પતિ નું અવસાન થયું હતું. ત્યારબાદ પહેલી જૂન 2019 ના રોજ હું ઘરે એકલી હતી, ત્યારે પણ મારા જેઠ એ મારી સાથે જબરદસ્તીથી શરીરસુખ માણ્યું હતું.

આ ઘટના બાદ હું મારા બહેનના ઘરે અમદાવાદ જતી રહી હતી. જ્યાં એક સામાજિક સંસ્થાની મદદથી હું ફરિયાદ કરવા આવી છું અને મને ન્યાય આપશો.

ભૂતકાળમાં એક વખત જેઠે શારીરિક સુખ માણતી વખતે નાનાભાઈની પત્ની ને ગળા પર કિસ કરી હતી. તેનું નિશાન રહી ગયું હતું. જે નિશાન જેઠાણી જોઇ જતાં તેને શંકા ગઈ હતી અને તેણે વારંવાર પીડિતાને ટોર્ચર કરીને પિયર જતા રહેવા કહ્યું હતું અને પરણિતા અમદાવાદમાં રહેતી પોતાની બહેનના ઘરે જતી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: