સુરતમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ નરાધમોએ પાર કરી હેવાનિયત તમામ હદ, પ્રાઇવેટ પાર્ટના ભાગે…

સમગ્ર દેશમાં રેપની (Rape in Gujarat) ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર…

સમગ્ર દેશમાં રેપની (Rape in Gujarat) ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના સુરતમાંથી સામે આવી છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના હજીરા વિસ્તારમાં સીંગોતર માતાના મંદિર નજીક આવેલા માતા ફળિયામાં એક 5 વર્ષની બાળકી શંકાસ્પદ રીતે મોતને ભેટેલી હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં. માસૂમ બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઈ હોવાની વાત પ્રસરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેને લઈ હજીરા પોલીસે તાત્કાલિક બંદોબસ્ત મૂકી દીધો છે. એટલું જ નહીં પણ બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. DCPવિધિ ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, આ પરિવાર થીડા સમય પહેલા જ કોલોનીમાં રહેલા માટે આવ્યો હતો. બાળકી સવારે સાડા દસ વાગે અચાનક ગૂમ થઈ ગયા બાદ પિતાને ઘર નજીકની ઝાડીમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પિતા દીકરીના મૃતદેહને ઘરે લઈ આવ્યાં હતાં. એટલું જ નહીં પણ પોલીસને જાણ કર્યા વગર એક કલાક સુધી મૃતદેહ ઘરમાં રાખી મુક્યો હતો. જોકે પોલીસને બાતમી મળતા પોલીસ તત્કાલિક દોડી આવી હતી અને તપાસમાં શંકાસ્પદ લાગતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તમામ દોડતા થઈ ગયાં હતાં.

શંકાસ્પદ મોતને ભેટેલી માસૂમ દીકરીની હત્યા કેસમાં શંકાની સોઈ પિતા તરફ જ જઇ રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે., પોલીસે તમામ મુદ્દાઓને ધ્યાને લઇ આગળની તપાસ હાથ ધરી છે. સાથે સાથે બાળકીનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવી દુષ્કર્મ બાદ હત્યા થઈ હોય તો તેના પૂરાવા ભેગા કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી જાણકારી અનુસાર, મૂળ એમપીના રહેવાસી આ પરિવાર ઘણા સમયથી હજીરામાં મજૂરી કામ ક્જરીને પોતાની જીવન ગુજરી રહ્યા છે. પિતા જહાજમાં કલર કામ કરતા હોવાનું જાણવા મળ્યું આ મોટી દીકરી હતી. ત્યારબાદ એક દીકરી અને એક દીકરો છે. આજે આ દીકરી કુદરતી હાજતે જવાનું કહીને નીકળી હતી. માતા રસોઈ બનાવતી હતી. ત્યારબાદ અચાનક ગૂમ થઈ ગયા બાદ બપોરે મૃત હાલતમાં મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *