શિક્ષણજગતને કલંકિત કરતી ઘટના: માત્ર 3 વર્ષની બાળકી સાથે આધેડ શિક્ષકે કર્યા શારીરિક અડપલા- જાણો કેવી રીતે થયો ભાંડાફોડ

Published on: 10:48 am, Thu, 22 July 21

છત્તીસગઢ: છત્તીસગઢના રાયગઢ જિલ્લામાંથી માનવતાને શરમજનક બનાવની એક ઘટના સામે આવી છે. અહીં એક શાળાના શિક્ષકે 3 વર્ષની માસૂમ બાળકી સાથે ગંદું કામ કર્યું હતું. જાણવા મળ્યું છે કે, ઘટના સમયે બાળકો રમી રહ્યા હતા, ત્યારે શિક્ષકે તેની સાથે આ ક્રૂરતા કરી હતી. સમગ્ર મામલો જિલ્લાના ધરમજયગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસે શિક્ષક વિશ્વ પ્રતાપ મુરૂમની એક કલાકમાં જ ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, બાળકી તેના ઘરની બહાર રમતી હતી. ત્યારે તેની પાસે બીજું કોઈ ન હતું. તેનો ફાયદો ઉઠાવતા પડોશમાં રહેતા શિક્ષકે તેની સાથે ગંદુ કાર્ય કર્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષક બાળકીના પાડોશમાં રહેતો હતો. શિક્ષકે આ આખી ઘટનાને સોમવારે સાંજે અંજામ આપ્યો છે. બાળકીના પરિવારને આ ઘટના અંગે જાણ ત્યારે થઇ જ્યારે તેઓને ઘરની બહાર બાળકી રડતી જોવા મળી હતી. બાળકી પાસેથી રડવાનું કારણ પૂછતાં તેણે આખી વાત જણાવી હતી.

ત્યારબાદ બાળકીની માતાએ જોયું કે શિક્ષક ઘરની પાસે જ ચાલતો હતો. ત્યારે તેણે શિક્ષકને પકડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શિક્ષક સ્થળ પરથી ભાગી ગયો હતો. આ પછી પરિવારજનોએ સમગ્ર મામલે ધરમજયગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. એક કલાક પછી શિક્ષકની ધરપકડ કરવામાં આવે છે.

પોલીસના જણાવ્યા મુજબ, શિક્ષક પહેલાથી જ પરિણીત છે અને તેની પત્ની પણ એક શિક્ષક છે. શિક્ષક ઉર્સુલીન અંગ્રેજી માધ્યમ ધરમજાળગઢમાં ભણાવે છે. ઘટના સમયે તેની પત્ની ક્યાંક બહાર ગઈ હતી. ત્યારે બાળકી પણ એકલા રમતી હતી. જેનો લાભ લઈને શિક્ષકે બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કર્યા પછી આગળની કાર્યવાહીમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.