અંદર છોકરીનો રેપ થતો હતો, અને સગી માસી બહાર ઉભી- ઉભી કરતી હતી આવા કામ…

Published on Trishul News at 4:02 PM, Tue, 3 September 2019

Last modified on April 7th, 2020 at 2:47 PM

દુનિયામાં રેપ ખુબ જ વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે પરંતુ તમે આ કેશ વિશે જાણશો તો ચોકી જશો, ખુદ પોતાના સગા-સબંધીની જ છોકરીનો રેપ કરાવામાં સહાયતા કરે છે. 18 વર્ષની પરણિતા જ્યારે તેની માસીને ત્યાં ગઈ તો અસંમજસની સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. માસીએ પોતાના એક પરિચિતને ઘરે બોલાવ્યો હતો અને પોતાની બહેનની વિવાહિત છોકરીને તેની સાથે રૂમમાં બંધ કરી દીધી હતી. અંદર રૂમમાં છોકરાએ ન માત્ર છોકરી સાથે રેપ કર્યો પણ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ સમયે રૂમની બહાર માસી ખુરશી નાખીને બેઠી હતી. જે પછી વિવાહિત છોકરીને 7 મહિના સુધી બંધક બનાવીને રાખવામાં આવી હતી.

7 મહિના બાદ 18 વર્ષની વિવાહિતને જાલીમ માસીની ચૂંગાલમાંથી છોડાવવામાં આવી. વિવાહિત છોકરીએ પોતાની માસી પર ગોંધી રાખવાનો અને 7 મહિના સુધી દુષ્કર્મ આચરી વીડિયો બનાવવાની પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જાણકારી પ્રમાણે પીડિત મહિલાના લગ્ન રતન નગરના એક છોકરા સાથે થયા હતા. લગ્ન બાદ તે સાસરે જવાને બદલે પિતાના ઘર ટિડીયાસરમાં રહી હતી. તેની માસી હરિયાણાના હરસાવા, સિવાણીમાં રહેતી હતી. જ્યાં અજય જાટ નામના વ્યક્તિની આવન જાવન રહેતી હતી.

માસીએ પીડિત મહિલાની અજય સાથે ઓળખાણ કરાવી હતી. ઘણી વખત જબરદસ્તી ફોન પર તેની સાથે વાત પણ કરવામાં આવી હતી. 2018માં માસીએ તેને પોતાના ગામે બોલાવી હતી. પીડિત મહિલા જ્યારે ત્યાં પહોંચી ત્યારે અજય પહેલાથી હાજર હતો. માસીએ એ બંન્નેને રૂમમાં બેસાડી દીધા. અને ગેટ બંધ કરીને પોતે આગળ બેસી ગઈ.

અજયે તેની સાથે રેપ પણ કર્યો અને તેનો વીડિયો પણ બનાવ્યો. બંન્નેએ વીડિયો બતાવી પીડિત મહિલાને કહ્યું કે, જો કોઈને કહ્યું તો જાન ગુમાવવાનો વારો આવશે. એ કહી તેને ફરી ગામડામાં મોકલી દેવામાં આવી. તેના બે દિવસ પછી અજયે તેને આધારકાર્ડ અને માર્કશીટ સાથે બોલાવી. એ કાગળો લઈ મંદિર પહોંચી ત્યારે લગ્ન માટે દબાણ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "અંદર છોકરીનો રેપ થતો હતો, અને સગી માસી બહાર ઉભી- ઉભી કરતી હતી આવા કામ…"

Leave a comment

Your email address will not be published.


*