ઓલપાડમાંથી ૧૫ વર્ષની સગીરાનું અપહરણ બાદ બે વખત દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

Police complain of committing two counts of misdemeanor after abducting a 15-year-old girl from olpad

TrishulNews.com
Loading...
trishulnews.com ads

ઓલપાડ ટાઉનમાં રહેતો એક શખ્સ એક ૧૫ વર્ષની મહારાષ્ટ્રીયન સગીરાને ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ બબ્બે વખત દુષ્કર્મ આચરીબે દિવસ પછી સગીરાને ઘર નજીકના રોડ ઉપર છોડી જતા સગીરાની કાકીએ ઓલપાડ પોલીસ મથકમાં આરોપી વિરૂધ્ધ અપહરણ,બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

વિગત મુજબ ધંધા-રોજગાર માટે ઓલપાડ ટાઉનના નિહોળાનગર વિસ્તારમાં રહેતા મુળ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકાના એક ગામનો મહારાષ્ટ્રીયન પરિવાર રહી પેટીયું રળે છે.તેમની સાથે એક ૧૫ વર્ષની સગીર ભત્રીજી નિલમ(નામ બદલ્યું છે)પણ રહેતી હતી.આ વિસ્તારમાં રવિ સતિષ જાગી નામનો એક શખેસ પણ રહેતો હોવાથી આ શખ્સની સગીરાના ઘરે અવર-જવર હતી.જેના પગલે રવિ જાગીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગત ગુરૂવાર,તા-૮ ના રોજ ૧૧ કલાકના સુમારે બાઇક ઉપર બેસાડી ભગાડી ગયો હતો.


Loading...

સગીરાના પરિવારે સગીરાની શોધ-ખોળ કરવા છતાં તે મળી ન હતી.પરંતુ શોધ-ખોળ દરમ્યાન સગીરાના પરિવારને ખબર પડી હતી કે તેમના વિસ્તારમાં રહેતો રવિ સતિષ જાગી નામનો શખ્સ નિલમનું(નામ બદલ્યું છે)અપહરણ કરી ભગાડી ગયો છે.જેથી સગીરાની કાકીએ ઓલપાડ પોલીસ મથકમાં શનિવારે મોડી સાંજે રવિ સતિષ જાગી વિરૂધ્ધ
અપહરણ,બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે સગીરાની કાકીની ફરિયાદ મુજબ આરોપી તેની ભત્રીજી સગીરવયની હોવાનું જાણતો હોવા છતાં તેને લલચાવી,ફોસલાવી લગ્નની લાલચ આપી બાઇક ઉપર બેસાડી અપહરણ કર્યા બાદ પ્રથમ સુરત જિલ્લાના માંડવી ખાતે અને ત્યારબાદ રાજપીપીળા તેના સબંધીને ત્યાં લઇ
ગયો હતો અને ત્યારબાદ સગીરાની મરજી વિરૂધ્ધ બબ્બે વખત દુષ્કર્મ આચરી બે દિવસ પછી રોડ ઉપર છોડી ભાગી ગયો હતો.જેના પગલે પોલીસે આરોપી સામે ઇપીકો કલમ-૩૬૩, ૩૬૬,૩૭૬(૨)(એન)(૩)તેમજ ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રનહોમ સેકસ્યુએલ ઓફેન્સી એકટ-૨૦૧૨ ની કલમ-૪ અને ૬ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...