સુરતમાં ચોથીવાર સગીરા પર દુષ્કર્મ આચરવા પહોચેલા નરાધમને લોકોએ એટલો માર્યો કે થયું મોત

Published on: 5:26 pm, Wed, 10 March 21

હાલ એક એવી ઘટના સામે આવી છે જેમાં ચોથી વાર સુરતમાં બળાત્કાર કરવા આવેલા આરોપીને ગામ લોકોએ માર માર્યો હતો. પાંચ દિવસ પહેલા આરોપી ગુનો કરવા માટે પહોંચ્યો હતો. ત્યારબાદ ગામના લોકોએ તેને પકડ્યો હતો અને માર માર્યો હતો. આ પછી આરોપીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આજે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન આરોપીનું મોત નીપજ્યું હતું. આરોપીએ અગાઉ સગીરા પર ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો અને હવે તે ચોથી વાર તેનો શિકાર કરવા પહોંચી ગયો હતો. મળતી માહિતી મુજબ મૃતક કમલેશ વસાવા ખેતરમાં કામ કરતી 14 વર્ષની સગીરા સાથે બળાત્કાર કરવા આવ્યો હતો. પીડિતા તેને જોઇને જોરથી રડવા લાગી હતી. તેનો અવાજ સાંભળીને પિતા સહિત અનેક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને કમલેશને પકડી લીધો હતો.

આ પછી, તેને દોરડાથી બાંધી અને ઘણા કલાકો સુધી માર માર્યો. કમલેશ હાથ જોડીને જીવનની ભીખ માંગતો રહ્યો, પરંતુ લોકોનો ગુસ્સો શાંત થયો નહીં. બાતમી મળતાની સાથે જ પોલીસ ગામમાં પહોંચી ગઈ હતી અને ભીડમાંથી છૂટકારો મેળવ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીને માર માર્યા પછી સગીરા દ્વારા કરવામાં આવેલ ચોંકાવનારો ઘટસ્ફોટ એ હતો કે, પાછલા ચાર મહિનામાં કમલેશે તેની સાથે ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. તેણે પીડિતાને ધમકી આપી હતી કે, જો તેણે કોઈને કહ્યું તો તે તેના પરિવારના સભ્યોને મારી નાખશે. નજીકના ગામનો રહેવાસી મૃતક પીડિતાના પરિવાર સાથે પરિચિત હતો. પોલીસે મૃતકને માર મારવા સામે ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle