નેશનલ ક્રશ રશ્મિકા અને વિજય દેવરકોંડાએ કરી લીધા લગ્ન? તસ્વીર વાઈરલ થતા ચાહકો આઘાતમાં

રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Devarakonda) ની જોડી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ હિટ છે. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ચાહકોને ખૂબ જ ગમે…

રશ્મિકા મંદન્ના (Rashmika Mandanna) અને વિજય દેવરકોંડા (Vijay Devarakonda) ની જોડી તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ હિટ છે. બંનેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર ચાહકોને ખૂબ જ ગમે છે. માત્ર ઓનસ્ક્રીન જ નહીં પરંતુ ઓફસ્ક્રીન પણ બંનેની કેમેસ્ટ્રી અદભૂત છે, જેને જોઈને એવી અફવા પણ ઉડી હતી કે રશ્મિકા અને વિજય એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ સમાચાર પછી, ચાહકો સત્તાવાર રીતે આ સમાચાર સાચા થવાની રાહ જોઈ રહ્યા છે. આટલું જ નહીં તેઓ બંનેના લગ્નની પણ રાહ જોઈ રહ્યા છે.

આ દરમિયાન, રશ્મિકા મંદન્ના અને વિજય દેવરાકોંડાનો એક ફોટો વાયરલ થવા લાગ્યો છે, જેમાં વિજય દેવરકોન્ડા દુલ્હા અને રશ્મિકા મંદના દુલ્હનના રૂપમાં જોવા મળી રહી છે. આ ફોટો વાયરલ થતા ચાહકોમાં હડકંપ મચી ગયો હતો. નેશનલ ક્રશ રશ્મિકાના લગ્નનો ફોટો જોઈ સોશિયલ મીડિયામાં અફરાતફરી મચી ગઈ હતી.

ફોટો જોઈને તમને પણ લાગી રહ્યું હશે કે રશ્મિકા અને વિજયના લગ્ન થઈ ગયા છે. તો અમે તમને જણાવી દઈએ કે આ એક મોર્ફ એટલે કે એડિટ કરેલ ફોટો છે. આ એડિટ કરેલો ફોટો વિજય દેવરાકોંડાના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ ફોટો જોઈને એવું લાગે છે કે જાણે રશ્મિકા અને વિજયના લગ્ન હમણાં જ થયા હશે. બંનેના ગળામાં વરમાળા જોઈ શકાય છે. ફોટામાં રશ્મિકા શરમાળ દેખાઈ રહી છે, જ્યારે વિજય હસતો અને કેમેરા સામે પોઝ આપી રહ્યો છે. બંને પોતપોતાના વેડિંગ આઉટફિટમાં અદભૂત લાગી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફોટા પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘એડિટિંગ ટૂંક સમયમાં વાસ્તવિકતામાં ફેરવાશે’. તો બીજાએ લખ્યું છે કે, ‘મને લાગ્યું કે બંનેએ ચૂપચાપ લગ્ન કરી લીધા’. વર્ષ 2018માં એક તેલુગુ ફિલ્મમાં રશ્મિકા અને વિજયની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. આ પછી બંને ઘણીવાર વેકેશન, ઈવેન્ટ્સ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા છે. જો કે એક ઈન્ટરવ્યુમાં વિજયે રશ્મિકાને પોતાની એકમાત્ર સારી ફ્રેન્ડ પણ ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *