બજેટ રજૂ થયા પહેલા મોદી સરકાર લાવી ગૃહિણીઓ માટે ખુશ ખબર, સિલિન્ડરના ભાવ ઘટ્યા…

2019ની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં રસોઈગેસનાં ભાવ ઘટતા સબસિડી વાળા રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૧.૪૬ અને સબસિડી…

2019ની સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં રસોઈગેસનાં ભાવ ઘટતા સબસિડી વાળા રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા ૧.૪૬ અને સબસિડી વિનાના ગેસમાં રૂપિયા ૩૦નો ઘટાડો થયો હતો. આ મહિનામાં ગેસના ભાવમાં ત્રણ વખત ઘટાડો થયો હતો. બજેટ રજૂ થાય એ પહેલા જ ગૃહિણીઓ માટે સરકારે રાહત આપી છે.

પાટનગર દિલ્હીમાં સબસિડીવાળા ગેસના સિલિન્ડર હવે રૂપિયા ૪૯૩.૫૩માં મળશે તેમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું હતું. અગાઉ પહેલી ડિસેમ્બરે ગેસના ભાવમાં રૂ. ૬.૫૨ અને પહેલી જાન્યુઆરીએ રૂ. ૫.૯૧ નો ઘટાડો થયો હતો. હવે આજે ત્રીજી વાર રૂપિયા ૧.૪૬નો ઘટાડો થયો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું હતું કે, સબસિડી વિનાના બાટલામાં રૂપિયા ૩૦ નો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ ઘટવાને પગલે આ ઘટાડો થયો હતો.

ઉલ્લેખનીય છે કે દરેક ગ્રાહકો બજાર ભાવ આપી સિલિન્ડર ખરીદે છે. સરકાર વર્ષે ૧૪.૨ કિલોના ૧૨ બાટલા માટે સબસિડી આપે છે જે તેમના ખાતામાં જમા થાય છે.

રસોઈ ગેસના ભાવમાં વધઘટને પગલે સબસિડીની રકમ વખતો વખત બદલાતી રહે છે. આંતરરાષ્ટ્રીય ભાવ વધે ત્યારે સરકાર સબસિડીમાં વધુ નાણાં ચૂકવે છે. ગેસ ઉપરનો જીએસટી બજાર કિંમત ઉપર ગણવામાં આવે છે. આ ગણતરી મુજબ ગ્રાહકોને મળતી સબસિડીમાં પણ રૂપિયા ૩૦ નો ઘટાડો થશે. હવે ગ્રાહકોને સબસિડીના રૂપિયા ૧૬૫.૪૭ મળશે અને ગેસના બાટલા માટે રૂપિયા ૬૫૯ ચૂકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *