કચ્ચા બદામ, જમરૂખ બાદ બજારમાં આવ્યો ‘દ્રાક્ષ વાલા’ -સોશીયલ મીડિયામાં ફરી એક વખત થયું ટ્રેન્ડ

અંગૂર વાયરલ વીડિયો(Angoor Viral Video): સોશિયલ મીડિયા(Social media) પર હંમેશા કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral) થતો જોવા મળે છે. જેમાં ક્યારેક રમુજી વિડીઓ (Funny video), તો…

અંગૂર વાયરલ વીડિયો(Angoor Viral Video): સોશિયલ મીડિયા(Social media) પર હંમેશા કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral) થતો જોવા મળે છે. જેમાં ક્યારેક રમુજી વિડીઓ (Funny video), તો ક્યારેક ચોંકાવનારા વીડિયો(Shocking videos) હોય છે. તે જ સમયે, કેટલાક એવા વીડિયો છે જેને જોતા જ લોકોમાં હંગામો મચી જાય છે. તાજેતરમાં જ ‘કાચા બદામ’ અને ‘કાચા જામફળ’નો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. ‘કાચા બદામ’ ગીત ગાનાર સિંગર ભુવન બડાઈકર સોશિયલ મીડિયાના માધ્યમથી જ સ્ટાર બન્યો હતો. તેમના આ ગીત પર લાખોથી વધુ રીલ્સ(Reels) બનાવવામાં આવી હતી. આ પછી હવે સોશિયલ મીડિયા પર એક દ્રાક્ષ વેચનારનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરે છે.

આજકાલ દરેક વ્યક્તિ કોઈ પણ કામને અલગ રીતે કરવા માંગે છે, જેથી તેમનું નામ હોય અને દરેક જગ્યાએ તેની ચર્ચા થાય. ઘણા લોકોને આમાં સફળતા મળે છે, જ્યારે કેટલાક મજાક બની જાય છે. જેમ કે, હાલમાં ખુબ જ વાયરલ થયેલો આ વીડિયો, એક ‘કાકા’ કેવી રીતે દ્રાક્ષ વેચી રહ્યા છે. અગાઉ આ કાકા જામફળ વેચતા જોવા મળ્યા હતા. હવે દ્રાક્ષ અલગ રીતે વેચાઈ રહી છે. આ કાકા  હાથગાડી પર બેસીને ચા માણી રહ્યા છે અને ગીત ગાતા દ્રાક્ષ પણ વેચી રહ્યા છે. જે રીતે આ કાકા દ્રાક્ષ વેચી રહ્યા છે તે જોઈને લોકો હસી પડ્યા છે.

વિડીયો જોયા પછી તમે પણ હસતા જ હશો. એટલું જ નહીં, તમે પણ કાકાની આ સ્ટાઇલના ફેન બની ગયા હશો. હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘સાલીમીનાત’ નામથી શેર કરવામાં આવ્યો છે. આ ફની વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે વીડિયોને લગભગ એક લાખ લોકોએ લાઈક કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *