કોરોના વચ્ચે પણ ફક્ત પાંચ મીનીટમાં મળશે 10 લાખ સુધીની લોન- જાણો કેવી રીતે કરવી પ્રોસેસ

કોરોના મહામારીએ નાના ઉદ્યોગો એટલે કે MSME માટે ફક્ત ન આવકની મુશ્કેલીઓ ઉભી કરી છે પણ હવે એમની બચવાની આશા પણ ઓછી થઈ રહી છે.…

કોરોના મહામારીએ નાના ઉદ્યોગો એટલે કે MSME માટે ફક્ત ન આવકની મુશ્કેલીઓ ઉભી કરી છે પણ હવે એમની બચવાની આશા પણ ઓછી થઈ રહી છે. આને ધ્યાનમાં લઈને હવે રેઝરપે MSME ક્ષેત્રમાં રોકડ પ્રવાહને સમર્થન આપવાં માટે ‘કેશ એડવાન્સ’ નામની કોલેટરલ ફ્રી ક્રેડિટ શરૂ કરવામાં આવી છે. કેશ એડવાન્સ અંતર્ગત MSME એમની જરૂરિયાતોને આધારે કુલ 50,000 થી લઈને કુલ 10 લાખ રૂપિયા સુધી ઉધાર લઈ શકે છે.

એમને આ લોન ફક્ત 10 જ સેકંડમાં રેઝરપે ડેશબોર્ડ દ્વારા મળશે. જો કે, આની માટે એમના વ્યવસાયનો ક્રેડિટ ઇતિહાસ ખુબ સારો હોવો જોઈએ.’ગ્લોબલ એલિટિક્સ કંપની ક્રિસિલ’ એટલે કે CRISIL એક રિપોર્ટમાં જણાવતાં કહ્યું છે કે, હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને લીધે નાના તથા લઘુ ઉદ્યોગોને કાર્યકારી મૂડીનું સંચાલન કરવું ઘણું મુશ્કેલ બનાવ્યું છે.

આની સરખામણીમાં મોટા તેમજ મધ્યમ ઉદ્યોગોની માટે એમની કાર્યકારી મૂડીનું સંચાલન કરવું ખુબ જ સરળ છે.ભારતમાં અંદાજે કુલ 6.3 કરોડ MSME છે. જેમાંથી કુલ 40% બેન્કો તથા અન્ય લેંડિંગ ઇન્સ્ટીટ્યૂશંસ જેવા ફોર્મલ ચેનલથી લોન લીધી છે. કુલ 60% પાસે હજુ કાર્યકારી મૂડી ઉપલબ્ધ નથી. જો કે, સરકાર ઘણી યોજનાઓ હેઠળ આ ક્ષેત્રને લોન પણ આપવામાં આવી રહી છે પણ કેટલાંક MSME ને એનો લાભ મળ્યો નથી.

ખરેખર, સરકારની સહાયથી આપવામાં આવેલ લોન કોલેટરલ, કદ, વિન્ટેજ તેમજ ક્રેડિટ ઇતિહાસ પર આધારિત છે. વળી, આ યોજનાઓ અંતર્ગત ઉદ્યોગોને MSME હેઠળ લાયકાત લેવી અનિવાર્ય છે. કેન્દ્ર સરકારે MSME માટે એક વ્યાખ્યા નક્કી કરી છે, બેંકોની પાસેથી લોન મેળવવા માટે એમને ફિટ થવું જરૂરી છે.રેઝરપે જણાવતાં કહે છે કે, નાના ઉત્પાદકો, ઇ-કોમર્સ વિક્રેતાઓ તથા સર્વિસ પ્રોવાઇડર્સને ગ્રાહકો પાસેથી ચુકવણી મળે તેની પહેલાં જ એમને રોકડની જરૂર રહેલી હોય છે.

ઉદાહરણ તરીકે, ઇ-કોમર્સ વેચનારે ટૂંકી સૂચના પર સ્ટોક તૈયાર કરવો પડશે. જેની માટે એમની પાસે રોકડ હોવી જોઈએ. સપ્લાયર્સ ઉત્પાદકોને જરૂરી માલ પૂરો પાડવા માટે સમર્થ નથી, કારણ કે એમની પાસે પૂરતી મૂડી રહેલી નથી. આને લીધે ઉત્પાદન પ્રક્રિયા ઘણી સ્થિર થઈ રહી છે તથા એમનું નુકસાન સતત વધતું જાય છે.

રેઝરપેનાં CTO તેમજ સહ-સ્થાપક શશાંક કુમારે જણાવતાં કહ્યું કે, આ સેવાની મદદથી અમે અમારા ભાગીદારોને રોકડ પ્રવાહ જાળવવામાં સહાય કરી રહ્યા છીએ. અમારી ધિરાણ પ્રક્રિયા ઘણી સરળ છે તેમજ ટૂંકા ગાળાની માટે સાહસોના ક્રેડિટ ઇતિહાસમાં સુધારો કરવાની જરૂરીયાત રહેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *