રોજ પોતાની લાલબત્તીવાળી ગાડીઓ લઇને દોડતા મંત્રીઓ, આજે એક સાથે બસમાં બેસવા થઇ ગયા મજબુર. જાણો વિગતે

વિશ્વની મહાસત્તા અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના બે દિવસીય પ્રવાસે આવી ચુક્યા છે. રાષ્ટ્રપતિ તરીકે પોતાના પ્રથમ પ્રવાસે આવી રહેલા…

વિશ્વની મહાસત્તા અને સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી ભારતના બે દિવસીય પ્રવાસે આવી ચુક્યા છે. રાષ્ટ્રપતિ તરીકે પોતાના પ્રથમ પ્રવાસે આવી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ આખુ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં નેતાઓ, અભિનેતાઓ અને દિગ્ગજ ક્રિકેટર્સ સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. પીએમ મોદી પણ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદ આવી પહોંચ્યા છે.

ત્યારે રાજ્યના મંત્રીઓ જે સામાન્ય રીતે લાલ બત્તી વાળી ગાડીઓમાં ફરતાં નજરે આવે છે. તે આજે એક બસમાં આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે રવાના થયાં છે. પુરુષોત્તમ રૂપાલાથી લઇને ગણપત વસાવા સુધીના અનેક મંત્રીઓને ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની વીઆઇપી સુવિધાઓ છોડીને એક સામાન્ય બસમાં સફર કરવા મજબૂર કર્યા છે તેવું કહેવું ખોટુ નથી.

જણાવી દઇએ કે બસમાં મનસુખ માંડવિયા, પુરષોત્તમ રૂપાલા, ગણપત વસાવા, વાસણભાઈ આહિર,સૌરભભાઈ પટેલ, દિલીપભાઈ ઠાકોર, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ, વિભાવરીબેન દવે સહિતના નેતાઓ બસમાં બેસી ટ્રમ્પના કાર્યક્રમમાં આવવા માટે નીકળ્યા છે.

આ બસમાં મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા સહીત ઘણા બીજા મંત્રીઓ પણ જોવા મળ્યા હતા. સાથે-સાથે સૌરભભાઈ પટેલ પણ બસમાં જોવા મળ્યા હતા. તદુપરાંત આર સી ફળદુ પણ બસમાં જોવા મળ્યા હતા. વિભાવરીબેન દવે અને ગણપત વસાવા સહિતના નેતાઓ બસમાં બેસી ટ્રમ્પના કાર્યક્રમમાં આવવા માટે નીકળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *