ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આ કારણોથી ભારતીય ટીમમાંથી બહાર થઇ ગયો ધોની, થયો મોટો ખુલાસો

ટીમ ઈંડિયાના પૂર્વ કેપ્ટન 38 વર્ષનો ધોની ભારતીય ટીમમાંથી બહાર કેમ નીકળી ગયો. તેનું એક કારણ સામે આવ્યું છે. તે ઈજાગ્રસ્ત છે અને એજ તેની અનઉપલ્બધીનું કારણ છે. તેને પીઠમાં દુખાવો હોવા છતાં તે વર્લ્ડ કપ રમવા ગયો હતો. અને તેને એ દુખાવો વર્લ્ડ કપ વખતે વધી ગયો હતો. એ વખતે તેને વર્લ્ડ કપ દરમિયાન કાંડામાં ઈજા થઈ હતી. વર્લ્ડ કપ દરમિયાન ધોની તેની ધીમી બેટિંગને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

તે ન્યૂઝિલેન્ડ સામે સેમીફાઈનલમાં રન આઉટ થઈ ગયો હતો. જેના પછી ભારતની આશાઓ પર પાણી ફરી ગયું હતું. ટીમ ઈંડિયા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા બાદ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લઈ લીધો. ધોની વેસ્ટઈંડિઝ દરમિયાન ભારતની સીમિત ઓવરના સ્ક્વોડથી બહાર રહ્યો હતો. તે દરમિયાન તેણે ટેરિટોરિયલ આર્મી યુનિટની સાથે કાશ્મીરમાં 15 દિવસ વિતાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં ટી-20 ઈંટરનેશનલ સીરીઝમાં પણ ઘોની નહોતો રમ્યો. ધોની પીઠના દુખાવાના કારણે છેલ્લી સીઝનમાં પણ ખુબ હેરાન થયો હતો. છેલ્લા વર્ષે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામે આઈપીએલ મેચ દરમિયાન તેણે 79 રન બનાવ્યા હતા. મેચ પછી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીએ તેને જે ઈજા થઈ હતી તેની જાણ કરી. તેણે કહ્યું, આ ખરાબ છે. કેટલું ખરાબ છે, તે નથી ખબર.

આ વખતે આઈપીએલ દરમિયાન ધોનીએ તેને થયેલી ઈજાની વાત કરી હતી, માનું છું કે વર્લ્ડ કપ આવી રહ્યો છે અને તે પોતાના માટે ઘણું મહત્ત્વનું છે. તેની વચ્ચે ભારતીય ટીમ પ્રબંધનને સંકેત આપ્યો કે પૂર્વ કેપ્ટને બહાર માનીને ન ચલાવી શકાય.

ધર્મશાલામાં દક્ષિણ આફ્રીકા સામે ટી20 મેચ પહેલા વિરાટ કોહલીએ કહ્યું, ધોનીને લઈ તેની મોટી વાત એ છે કે તે ભારતીય ક્રિકેટ માટે વિચારે છે. અને જે અમે વિચારીએ છીએ. તે પણ એજ વિચારે છે. કોહલીએ કહ્યું હતું કે યુવા ખેલાડીઓને તૈયાર કરવા માટે અને તેને અવસર આપવા માટે તેની જે રીતની માનસિકતા હતી, તે આજે પણ છે. ધોની ટીમ માટે રમવા ફિટનેસનું પૂરેપૂરું ધ્યાન આપી રહ્યો છે.

પોતાને ફિટ રાખવા માટે તે પોતાનું ઘર રાંચીમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. તે રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં ટેનિસના યુવા નેશનલ ખેલાડી સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: